રિલાયન્સ અને ગૂગલે મળી બનાવેલ સસ્તા સ્માર્ટફોન JioPhone Next નું પ્રી બુકીંગ આગામી સપ્તાહથી શરૂ

JioPhone Next નું પ્રી બુકીંગ આગામી સપ્તાહથી શરૂ થઈ શકે છે. આ ફોનને રિલાયન્સ કંપની ગૂગલ સાથે મળીને બનાવી રહી છે. કંપનીના દાવા મુજબ આ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.

image socure

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ હાલ ગૂગલ સાથે મળીને વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન બનાવવાનું કામ કરી રહી છે. આ ફોનનું લોન્ચિંગ થવાની લોકો અધીરાઈથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે જિયો નેક્સ્ટના પ્રિ બુકીંગ સાથે જોડાયેલી માહિતી સામે આવી છે.

આગામી સપ્તાહથી શરૂ થઈ રહી છે પ્રિ બુકીંગ

image soucre

મીડિયા અહેવાલો પ્રમાણે જિયો ફોન નેક્સ્ટ આગામી સપ્તાહથી પ્રિ બુકીંગ માટે ઉપલબ્ધ કરાવવામાં.આવશે. પબ્લિકેશને આ માહિતી તેના રિટેલ સૂત્રોના હવાલાથી આપી છે. એવી આશા છે કે પ્રિ બુકીંગને લઈને સામે આવેલી આ ટાઇમ લાઈન સાચી હોય શકે છે કારણ કે ફોનનું વેંચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. કંપનીના ઓનર મુકેશ અંબાણીએ 44 માં રિલાયન્સ AGM દરમિયાન ડિવાઇસ વિશે માહિતીનાપતા તેની લોન્ચિંગ તારીખનું એલાન કર્યું હતું.

કેટલી હશે ફોનની કિંમત ?

image soucre

અત્રે એ ઉલ્લેખનીય છે કે જીયોફોન નેક્સ્ટ રિલાયન્સ LYF બ્રાન્ડ વાળા સ્માર્ટફોનથી ઘણો અલગ હશે. જેમ કે આપણે પહેલા વાત કરી તેમ આ ફોનને રિલાયન્સ ગૂગલ સાથે મળીને તૈયાર કરી રહી છે. આ ડિવાઇસ ખાસ કરીને એ લોકો માટે છે જે પ્રથમ વખત સ્માર્ટફોન વાપરી રહ્યા હોય. જિયોફોન નેક્સ્ટ એક પૂર્ણ વિકસિત સ્માર્ટફોન હશે જે ગુગલ પ્લે સ્ટોર, ગુગલ આસીસ્ટન્ટ વગેરેને સપોર્ટ કરે છે. ખાસ નોંધવા જેવી બાબત એ પણ છે કે રિલાયન્સએ અત્યાર સુધી હેન્ડસેટના સ્પેશિફિકેશન અને કિંમત અંગે કોઈ ખુલાસો નથી કર્યો. હાલ સૌથી સસ્તો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી M01 છે અને તેની કિંમત 4999 રૂપિયા રાખવામાં આવી છે એટલે અર્થ એ થાય કે જિયોફોન નેક્સ્ટની કિંમત 5000 રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.

ફોનમાં હોઈ શકે છે આવા ફીચર્સ

image soucre

અન્ય ફિચર્સની વાત કરીએ તો જિયોફોન નેક્સ્ટ એન્ડ્રોઇડ 1 Go એડિશન સાથે આવે છે. તેમાં Google Camera Go એપ છે જે HDR, Night mode અને Snapchat ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિયોનો આ ફોન 13 MP રિયર કેમેરો અને 8 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. જિયોફોન નેક્સ્ટ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે અને તેમાં 4G VoLTE સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 2500 mAh ની બેટરી આપવામાં આવી છે. લીક અનુસાર ડિવાઇસ 4 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે Unisoc SoC દ્વારા સંચાલિત હશે.