જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ, એન્જિયોપ્લાસ્ટી કરાઈ

પ્રખ્યાત ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડીસુઝાને હાર્ટ એટેક આવ્યો છે. તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રેમો ડીસુઝાની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાઈ છે. જો કે હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. હાલ તેની પત્ની લિઝેલ તેની સાથે છે.

image source

રેમોને સર્જરી બાદ આઇસીયુમાં રાખવામાં આવ્યો હતો ત્યારબાદ તેની હાલત સ્થિર જણાતા તેને આઈસીયુમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. રેમો ડીસુઝા ભારતીય કોરિઓગ્રાફર અને દિગ્દર્શક છે. તે હિન્દી સિનેમામાં તેના શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન અને ફિલ્મ્સ માટે જાણીતો છે. તેની ફિલ્મ ફાલતૂ અને એબીસીડી લોકપ્રિય ફિલ્મોમાંથી એક છે.

image source

જણાવી દઈએ કે રેમો ડીસુઝાએ ઘણી હિટ ફિલ્મોના ગીતોમાં કોરિયોગ્રાફી કરી છે, આ સિવાય તે ડાન્સ ઈન્ડિયા ડાન્સના જજ તરીકે પણ કામ કરી ચુક્યો છે. બોલિવૂડમાં એક સફળ કોરિયોગ્રાફર બન્યા પછી તેણે દિગ્દર્શનની દુનિયામાં પણ હાથ અજમાવ્યો અને કેટલીક ફિલ્મનું સફળ નિર્દેશન કર્યું છે.

તેણે વર્ષ 2013 માં ડાન્સ આધારિત ફિલ્મ એબીસીડીનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ ખૂબ લોકપ્રિય થઈ હતી, ત્યારબાદ તેણે 2015 માં એબીસીડી 2 રજૂ કરી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને પ્રભુદેવા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ.

કોરિયોગ્રાફી અને ફિલ્મના નિર્દેશન ઉપરાંત રેમો ડિસુઝા રિયાલીટી શોમાં સફળ જજ પણ છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સ ઉપરાંત તેણે કલર્સ ચેનલના શો ઝલક દિખલા જા અને સ્ટાર પ્લસ પરના ‘ડાન્સ પ્લસ’ શોના જજ તરીકે પણ કામ કર્યું છે.

રેમો ડીસુઝાનો જન્મ 2 એપ્રિલ 1972 ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેમનું સાચું નામ રમેશ યાદવ છે. તેના પિતાનું નામ ગોપી નાયક છે, રેમો ડીસુઝાએ તેમનો અભ્યાસ ગુજરાતના જામનગરમાંથી કર્યો હતો. તેણે લિઝેલ સાથે લગ્ન કર્યા છે જે એક કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. તેમને બે પુત્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત