કામની વાત/ હવે ભાડે રહેતા લોકો પણ આધારકાર્ડમાં એડ્રેસ અપડેટ કરી શકશે, જાણો સમગ્ર પ્રોસેસ

જ્યારે કોઈ વ્યક્તિ ભાડેથી બીજા શહેરમાં રહે છે, ત્યારે તેને સરનામાંના પુરાવા અંગે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભાડૂઆત માટે આધારમાં સરનામુ અપડેટ કરવું અથવા તેનો ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરવો તે ખૂબ મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પો પૂરા પાડ્યા છે. જેના દ્વારા તમે તમારું સરનામું બદલી શકો છો. હવે ભાડા પર રહેતા લોકો પણ તેમના સરનામાંને સરળતાથી અપડેટ કરી શકે છે. સરનામાં અપડેટ્સ માટે ભાડૂઆત પાસે રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ હોવો આવશ્યક છે.

image source

સરનામું અપડેટ કરવા માટે, ભાડા કરારને સ્કેન કરીને પીડીએફ ફોર્મેટમાં સેવ કરવો પડશે. તે પછી ફાઇલ આધારની વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે અપડેટ કરવું અને શું ધ્યાનમાં રાખવું.

સૌથી પહેલા UIDAI https://uidai.gov.in/ ની ઓફિશિયલ સાઇટ પર જાઓ. પછી હોમપેજ પર My Aadhaar સાથેના ટેબ પર ક્લિક કરો.

એડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઇન) ના ટેબ પર ક્લિક કરો. જે નવું પેજ ખુલશે, અહીં અપડેટ એડ્રેસ ટેબ પર ક્લિક કરો.

image source

તમારો આધાર કાર્ડ નંબર નાખીને પછી લોગીન કરો, લોગીન થયા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આપેલ કોલમમાં ઓટીપી નાખીને પોર્ટલ પર જાઓ.

અહિયા તમારો રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ અપલોડ કરી દો અને અપલોડ કર્યા પછી તમને એક રેફ્રંસ નંબર મળશે.

રેફ્રન્સ નંબર લઈને આધાર કેન્દ્ર પર જાઓ અને તેને સ્ટેટસ બતાવો. આ પછી તમારુ નવુ આધારકાર્ડ તે સરનામાં પર મોકલવામાં આવશે.

image source

ઓનલાઇન અથવા ઓફલાઇન સરનામાંને અપડેટ કરતા સમયે આ બાબતોને ધ્યાનમાં રાખો

તમારો ભાડા કરાર રજીસ્ટર થયેલ હોવો જોઈએ. જો તમારો ભાડા કરાર રજીસ્ટર થયેલ નથી તો યુઆઈડીએઆઇ નામંજૂર કરશે.

image source

તમારે એ ખાતરી કરવી પડશે કે ભાડા કરાર તમારા નામે હોવો જોઈએ. એટલે કે, ભાડાનો કરાર તે વ્યક્તિના નામે હોવો જોઈએ, જેનું સરનામું આધાર કાર્ડ પર અપડેટ થવાનું છે. જીવનસાથી (પત્ની) કે માતાપિતા અથવા બાળકોના નામે ભાડા કરાર હોવો જોઈએ નહીં.

તમારે તમારા ભાડા કરારને સ્કેન કરવો પડશે અને પીડીએફ ફાઇલ બનાવવી પડશે. જો તમે પીડીએફ બનાવશો નહી, તો તે અપલોડ થશે નહીં.

આ રીતે ઓફલાઇન અપડેટ કરો

image source

ઓફલાઇન સરનામાંને અપડેટ કરવા માટે, તમારે અપડેશન ફોર્મ ભરવું પડશે. પછી તેમાં જરૂરી વિગતો ભરીને સરનામાંને અપડેટ કરો. આમાં તમારે આધારકાર્ડ, પાનકાર્ડ, ભાડા કરાર, મતદાર ઓળખકાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકોપી આપવાની રહેશે. અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!