મધ્યમવર્ગના લોકો માટે સસ્તી અને શાનદાર છે આ કાર, દર મહિને ચૂકવો માત્ર 5,549 રૂપિયા, જાણી લો કિંમત અને ફિચર્સ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે એક કારનો માલિક બને અને તેનાં સપનાની કાર પર તે લોન્ગ ડ્રાઇવ પર પોતાની ફેમિલી સાથે જાય. પણ ઘણી વખત આર્થિક સંકડામણને લીધે તેમનાં સપના પૂરા નથી થઈ શકતા. સબ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ પહેલાથી જ ઘણા દાવેદારોથી લોડ થયેલ છે, પરંતુ તે આ સેગમેન્ટનો મોટો હિસ્સો મેળવવા માટે વધુ કાર ઉત્પાદકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો નથી.

image source

રેનોલ્ટએ ડસ્ટર સાથે મોટી સફળતા હાંસલ કરી અને હવે તે કિગર સાથે પણ આવું કરે તેવી અપેક્ષા છે. કિગર રેનોલ્ટની સબ-કોમ્પેક્ટ એસયુવી છે, જે ઓછામાં વધુ ઓફર કરવાનો દાવો કરે છે. 5.4 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે, કિગર પરવડે તેવું વચન આપ્યું હતું અને ટોચની અંતિમ આવૃત્તિની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે. આટલા ઓછા ભાવે તમે વધારે સુવિધા સાથે એસયુવી મેળવી શકતા નથી.

રેનોલ્ટ કિગરને સીએમએફ-એપ્લસ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે

image source

જો તમારુ પણ સપનું છે એક સપનાની કાર ખરીદવાનું તો રેનોલ્ટ કાર કંપની તમારા સપનાને સાકાર કરવા માટે એક ઓફર લઈને આવી છે. રેનોલ્ટની કિગર એસયુવી કાર માટે કંપનીએ એક આકર્ષક ઓફર રજૂ કરી છે. જેમાં સરળ હપ્તા ભરીને તમે એક લક્ઝુરિયસ કારનાં માલિક બની શકશો. રેનોલ્ટ કિગરને સીએમએફ-એપ્લસ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જેનાં પર નિસાન મેગ્નાઇટ, ક્વિડ અને ટ્રાઇબરને તૈયાર કરવામાં આવી હતી. તેની લંબાઈ 3991 એમએમ, પહોળાઈ 1750 એમએમ અને ઊંચાઈ 1600 એમએમ છે. તે ઉપરાંત આ કારમાં 2500 એમએમ લાંબુ વ્હિલબેઝ આપવામાં આવ્યુ છે. જેમાં 405 લીટરનું શાનદાર બુટ સ્પેસ પણ મળે છે, જે તેનાં ક્લાસને વધારે બહેતર બનાવે છે. તેની કિંમત 5.45 લાખથી 9.55 લાખ રુપિયા સુધી છે.

કંપનીએ નવા અને આધુનિક ફીચર્સને સામેલ કર્યાં છે

image source

આ કાર બે પેટ્રોલ એન્જિનનાં વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. જેની 1.0 લીટરની ક્ષમતાનું નેચરલ એસ્પાયર્ડ એન્જિ 72 પીએસનું પાવર અને 96 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું ટર્બો એન્જિન 100 પીએસનું પાવર અને 160 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. આ એસયુવી મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને ગેરબોક્સ સાથે ઉપલબ્ધ છે. રેનોલ્ટ કિગરમાં કંપનીએ નવા અને આધુનિક ફીચર્સને સામેલ કર્યાં છે. જેમાં 8 ઈંચના ટચ સ્ક્રીન ઈફોટેમેન્ટ સિસ્ટમની સાથે 7 ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ, ક્રૂઝ કંટ્રોલ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, વોઇસ રેકગ્નેશન ટેકનોલોજી, પુશ બટન સ્ટાર્ટ એન્ડ સ્ટોપ અને ઓટોમેટીક ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપે છે.

કાર ફાઇનાન્સ કેલ્ક્યુલેટરનો પણ વિકલ્પ આપે છે

image source

રેનોલ્ટ તેની વેબસાઇટ પર કાર ફાઇનાન્સ કેલ્ક્યુલેટરનો પણ વિકલ્પ આપે છે. આ કેલ્ક્યુલેટરનાં હિસાબથી તમે તમારા બજેટ અને સુવિધા અનુસાર મોડલ અને વેરિયન્ટની પસંદગીની સાથે ફાઇનાન્સ સ્કીમ અંગે પૂરી માહિતી હાંસલ કરી શકો છો. જો આપ આ એસયુવીની એન્ટ્રી લેવલ કિગર આરએક્સઈ વેરિયન્ટને ફાઇનાન્સ કરાવો છો અને ડાઉન પેમેન્ટ તરીકે 2 લાખ રુપિયા આપો છો તો સરળ હપ્તે આ કાર તમે ઘરે લઈ જઈ શકશો.

image source

વેબસાઇટ પર આપવામાં આવેલ કેલ્ક્યુલેટર અનુસાર આ વેરિયન્ટની એક્સ શોરુમ કિંમત 5,45,000 રુપિયા છે. જ્યારે 2 લાખનું ડાઉન પેમેન્ટ આપવા બાદ લોન અમાઉન્ટ 3,45,000 રુપિયા વધે છે. જ્યારે લોન ટેન્યોર કુલ 84 મહિના સુધીનો રહે છે. તેવી રીતે જોતા મહિને ફક્ત 5549 રુપિયાનાં માસિક હપ્તે આપ આ ગાડીના માલિક બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!