‘હમ આપકે હૈ કોન’ ફિલ્મથી લોકોના દીલમાં વસી જનારી રેણુકા સહાણે વેડિંગ એનિવર્સરી પર જૂની તસવીર કરી શેર, જોઇ તમે?

રેણુકા સહાણેએ પતિ આશુતોષ રાણા સાથેની એક સુંદર તસ્વીર શેર કરી છે જેને તમે ક્યારેય નહીં જોઈ હોય.

19મી વેડિંગ એનિવર્સરી નિમિતે રેણુકા સહાણેએ પતિ આશુતોષ રાણા સાથેની વર્ષો જૂની તસ્વીર કરી શેર

image source

એવું કહેવાય છે કે માણસની લાગણીઓ સમય જતાં ઓંસરી જાય છે. જે આપણે અવારનવાર જોયું પણ છે. તેમ છતાં ઘણીવાર એવું બની જતું હોય છે જે માણસને ચમત્કાર સમાન લાગતુ હોય છે. પ્રેમનું પણ તેવું જ છે પ્રેમમાં અપાર શક્તિ રહેલી છે. અને તેની આ શક્તિ પાછળના રહસ્યને અત્યારસુધી કોઈ જ જાણી શક્યું નથી. આજે અમે તમને એક એવા પ્રેમથી તરબતર બોલીવૂડ જોડી વિષે જણાવી રહ્યા છીએ જેમની લવસ્ટોરી તમને કોઈ પરીકથા જેવી લાગશે.

આ જોડી લગભગ છેલ્લા બે દાયકાથી એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયેલી છે. આ જોડી છે રેણુકા સહાણે અને આશુતોષ રાણાની, તેમણે પોતાના લગ્નજીવનની 19મી વર્ષગાંઠ તાજેતરમાં ઉજવી છે. અને આ નિમિતે રેણુકા સહાણેએ પોતાના પતિ આષુતોષ રાણાને કંઈક આ રીતે 19મી મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પાઠવી છે.

image source

આશુતોષ રાણા અને રેણુકા સહાણે ઇન્ડસ્ટ્રીનું એક એવું કપલ છે જેમની લવસ્ટોરી દરેક વેલેન્ટાઇન ડે પર ઉદાહરણ પુરુ પાડે તેવી છે. હમ આપકે હૈ કોન ફિલ્મથી લોકોના દીલમાં વસી જનારી રેણુકા સહાણેએ પોતાની વેડિંગ એનિવર્સરી નિમિતે એક જૂની તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે. જે તસ્વીર સાથે તેણીએ કેટલાક સુંદર વાક્યો પણ લખ્યા છે અને પતિ આશુતોષને એનિવર્સરીની શુભેચ્છાઓ પણ પાઠવી છે.

તેણીએ આ તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘તું અને હું… કેવું સુંદર જગત… 19 વર્ષ પહેલાં આજના દિવસે… શાશ્વત પ્રેમ @ashutosh_Ramnarayan’ આ વાક્ય બાદ તેણીએ ત્રણ હાર્ટ ઇમોજીઝ પણ મુક્યા છે. તમે જ જુઓ આ સુંદર તસ્વીરને.

image source

રેણુકા અને આશુતોષની લવ સ્ટોરી ખૂબ જ સુંદર છે. તે તમને 80ના દાયકાના રોમન્સમાં લઈ જશે. આ યુગલ ફિલ્મ જયંતીના સેટ પર પહેલીવાર મળ્યું હતું. અને આશુતોષ પહેલી જ નજરે રેણુકાની સુંદરતા અને લાવણ્યથી આકર્ષિત થઈ ગયા હતા. ગાયિકા રાજેશ્વરી સચદેવે આ બન્નેની મુલાકાત કરાવી હતી. જ્યારે આશુતોષ રેણુકાને મળ્યા ત્યારે તેમણે તેમના પર એક ટિપ્પણી કરતાં કહ્યું હતું, ‘હમ આપકે બડે પ્રશંસક હૈ.’ રેણુકા સહાણે પણ તેના વખાણથી પ્રભાવિત થઈ હતી. જો કે ત્યાર બાદ થોડા સમય સુધી તેમની વચ્ચે કોઈ જ સંપર્ક નહોતો રહ્યો.

છેવટે તેમનું પ્રારબ્ધ ફરીથી એકબીજા સાથે અથડાયું અને તેમને ફરીવાર એકબીજાને મળવાનો મોકો મળ્યો. એક દિવાલી પાર્ટી આશુતોષ અને રેણુકા બન્ને એટેન્ડ કરવાના હતા, પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે આશુતોષ ત્યાં પહોંચી ન શક્યા. પણ બીજા દિવસે સવારે રેણુકાને આશુતોષ તરફથી એક વોઇસ મેઇલ મળ્યો જેમાં આશુતોષે તેણીને દીવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે તેમના વોઇસ મેઇલ્સની શરૂઆત થઈ હતી.

image source

પોતાની લવ સ્ટોરી વિષે વાત કરતાં રેણુકાએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, ‘ઓક્ટોબરમાં ડીરેક્ટર રવિ રાય એક સિરિયલનું આયોજન કરી રહ્યા હતા, અને તેમના મગજમાં આશુતોષ, બીજા કેટલાક કલાકારો અને હું હતી. રવી રાયે પોતાના ઘરે એક દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, પણ તે પાર્ટીમાં આશુતોષ નોહતા આવી શક્યા કારણ કે તેમને એક ઇન્ટર્વ્યૂ આપવાનો હતો. બીજા દિવસે તેમણે મારા આન્સરિંગ મશિન પર કોલ કર્યો અને મને દીવાળી માટે વિશ કર્યું.

image source

આ દિવસ હતો 17મી ઓક્ટોબરનો, ત્યાર બાદ તેમણે 19મી ઓક્ટોબરે ફરી કોલ કર્યો ત્યાર બાદ છેવટે તેમણે 20મી ઓક્ટોબર 1998ના રોજ કોલ કર્યો. છેવટે મને થોડું ઓક્વોર્ડ લાગ્યું પણ મેં તેમને સામેથી ફોન કર્યો અને અમે એક કલાક સુધી વાત કરતા રહ્યા. અને ત્યાર પછીના દિવસો અદ્ભુત રહ્યા, અમારી વ્યસ્તતાના કારણે અમે ફોન પર જ વાત કરી શકતા હતા. અને છેવટે ત્રણ મહિના બાદ 31મી ડિસેમ્બર 1998ના રોજ અમારે મળવાનું થયું.’ એક – ડોઢ વર્ષની કોર્ટશીપ બાદ તેમણે મધ્ય પ્રદેશના દામોહમાં લગ્ન કર્યા. અહીં જ આશુતોષનો જન્મ થયો હતો. અને ત્યાર બાદ તેમનો પ્રેમ વધતો ગયો અને આમને આમ લગ્નને 19 વર્ષ પણ થઈ ગયા. અમે પણ આશુતોષ અને રેણુકાને તેમના લગ્નની વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

source : bollywoodshaadis

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત