છી..છી..છી… રેસ્ટોરેન્ટ સંચાલકે પીઝા સાથે પીવડાવ્યું કેફી પીણું પછી લઈ ગયો હોટલમાં, પછી એકલતાનો લાભ લઈને….

વર્તમાન સમયમાં બાળકોમાં ક્રેઝ વધ્યો છે કે જન્મદિવસ હોય તો ઘરમાં ઉજવણી કરવાને બદલે મિત્રો સાથે રેસ્ટોરન્ટ માં જમવા જતા હોય છે. જન્મદિવસની ઉજવણી મિત્રો સાથે કોઈ રેસ્ટોરન્ટમાં કરવી એ એક ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આ ટ્રેન્ડ ક્યારેક જીવન માટે જોખમી સાબિત થઇ શકે છે અને જન્મદિવસની પાર્ટી જીવનભરનો ઘા આપી શકે છે.

image socure

આવું જ કંઈક તાજેતરમાં બન્યું હતું હાલોલમાં. જ્યાં 16 વર્ષની એક કિશોરી પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી સહિત અન્ય છ યુવક-યુવતીઓ જન્મદિવસ ઉજવવા માટે વડોદરામાં આવેલા રેસ્ટોરેન્ટમાં ગયા હતા. અહીં પીઝા રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલકનું મન બગડતા તેણે 16 વર્ષીય કિશોરીના પીઝા સાથે આપેલા પીણાંમાં કેફી દ્રવ્ય ઉમેરી દીધું. ત્યાર બાદ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી.

જાણવા મળતી માહિતી અનુસાર હાલોલમાં રહેતી 16 વર્ષીય કિશોરી તેના 6 મિત્રો સાથે જન્મદિવસની પાર્ટીમાં વડોદરાના સમા ખાતે આવેલા વુડી જોન્સ પિઝા માં આવ્યા હતા. છ મિત્રોમાંથી એક ની મિત્રતા પિઝા રેસ્ટોરન્ટ ના સંચાલક સાથે પણ હતી તેમણે બધાની ઓળખાણ રેસ્ટોરન્ટના સંચાલક સાથે કરાવી. મોડી રાત સુધી પાર્ટી કર્યા પછી કિશોરી સાથે આવેલા એક યુવક અને યુવતી એક્ટીવા પર ઘરે જવા રવાના થયા જ્યારે કિશોરી તેના અન્ય મિત્રો સાથે રેસ્ટોરન્ટ સંચાલકની કારમાં જવા રવાના થયા.

image soucre

પાર્ટી દરમિયાન કિશોરીના પીણાંમાં કેફી દ્રવ્ય ઉમેરી દીધું હોવાથી કાર લઈને રેસ્ટોરન્ટનો સંચાલક અને તેનો મિત્ર તેણીને હોટલના રૂમમાં લઈ ગયા જ્યાં કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. દુષ્કર્મ ગુજારી રેસ્ટોરન્ટના સંચાલકે તેને ધમકી આપી કે તે આ વાત કોઈને કહેશે તો તેના માતા-પિતાને મારી નાખશે. જો કે ડરી ગયેલી કિશોરી એ કારમાં પોતાના મિત્રને આ વાત કરી. આ વાત સાંભળીને જે મિત્ર તેને ઘરે મૂકવા જતો હતો તેણે પણ અવાવરું જગ્યાએ કાર પાર્ક કરીને કિશોરી પર દુષ્કર્મ આચર્યુ અને પછી તેને ઘરે મૂકીને જતો રહ્યો.

આ ઘટનાના બે દિવસ પછી કિશોરીને રેસ્ટોરન્ટ સંચાલક નો ફોન આવ્યો અને તેણે તેને વડોદરા બોલાવી. અને ધમકી આપી કે જો તે વડોદરા નહી જાય તો તેના ફોટો instagram પર વાયરલ કરી દેશે આ ધમકી બાદ કિશોરી ફરી વડોદરા પહોંચી હતી. કિશોરીને રસ્તામાંથી જ આરોપી કારમાં લઇ ગયો અને કોઈ અવાવરુ જગ્યાએ આવેલા રૂમ પર બે દિવસ સુધી ગોંધી રાખી અને દુષ્કર્મ આચર્યુ ત્રીજા દિવસે કિશોરીના હાથમાં 50 રૂપિયા આપીને આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાથી ભોગ બનેલી કિશોરી ખૂબ જ ડરી ગઈ હતી ત્યારે તેણે આ બધી વાત તેના માતા-પિતાને જણાવી તો તેમણે પોલીસમાં ફરિયાદ કરી.

image soucre

કિશોરીના માતા-પિતાનું કહેવું છે કે તેમની પુત્રીની હાલત એવી હતી કે તેને સાચવવી પણ મુશ્કેલ બની ગઈ આવી સ્થિતિમાં તેમને ડર હતો કે તેની દીકરી કોઈ ખોટું પગલું ભરી લે. તેમણે કહ્યું હતું કે તેમની દીકરી સાથે જે ઘટના બની તે અન્ય કોઈની દીકરી સાથે ન બને તે માટે આવા નરાધમોને કડક સજા થાય તે જરૂરી છે પોલીસે પણ આ ઘટનામાં દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને ફરિયાદના આધારે આરોપીઓની અટકાયત કરી લીધી છે.