સુશાંતના ફેને રેત પર બનાવી સુશાંતની સુંદર તસ્વીર, આપી આ રીતે શ્રદ્ધાજંલી

રેતી પર ઉપસાવી સુશાંત સિંહ રાજપૂતની સુંદર આકૃતિ, આવી રીતે આપી શ્રદ્ધાંજલિ.

image source

આપણા દેશના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપુતે આપઘાત કરીને 14 જૂન 2020ના દિવસે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અને આ ઘટનાને કારણે સમગ્ર બોલિવુડના કલાકારો શોકની લાગણીમાં ડૂબી ગયા છે. બોલિવુડના અનેક સેલિબ્રિટીએ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી સુશાંતના આપઘાત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

image source

સુશાંતના ચાહકો પણ પોતાના સોશિયલ મીડિયા પર સુશાંતની યાદોમાં એમના ફોટા અને વીડિયો શેર કરીને સુશાંતે શ્રદ્ધાંજલિ આપતા દેખાય છે. બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક જ દુનિયા છોડીને ચાલ્યા જવાથી સેન્ડ આર્ટિસ્ટ રૂપેશ સિંહને ખાસ્સો આઘાત લાગ્યો છે. અને સુશાંત સિંહ રાજપૂતની યાદમાં રૂપેશ સિંહે રેતીમાં એક સુંદર આકૃતિ ઉપસાવીને એમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે.

image source

બાંસડીહ વિસ્તારના ખરોની ગામના રહેવાસી રૂપેશ સિંહ સેન્ડ આર્ટના વિદ્યાર્થી છે. રૂપશ થોડા થોડા સમયે રેતી દ્વારા સુંદર કલાકૃતિઓ બનાવતા રહે છે. એમની બનાવેલી આકૃતિઓ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહી છે. અને આ બધાની વચ્ચે જ મુંબઈમાં બોલિવુડના યુવા અભીનેતા સુશાંત સિંહ રાજપુતે પંખેથી લટકીને આપઘાત કરી લેવાની ખબરો સામે આવી હતી. પોતાના મનગમતા અભિનેતાનું આમ દુઃખદ અવસાનની ખબરોએ રૂપેશ સિંહને હચમચાવી દીધો હતો.

image source

રૂપેશ સિંહે પોતાના ગામમાં રેતી પર સુશાંત સિંહ રાજપૂતની સુંદર આકૃતિ ઉપસાવી દીધી છે. જે આકૃતિને જોઈને યુવાનોની આંખમાં સુશાંતની યાદમાં આંસુ છલકાઈ ઉઠ્યા હતા.

ખુદ રૂપેશ સિંહે પણ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના દુઃખને કારણે રૂંધાતા ગળે કહ્યું હતું કે મેં મારા મનગમતા અભિનેતાને રેતી પર આકૃતિ બનાવીને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. હું એમની આત્માની શાંતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું. રૂપેશ સિંહે આગળ જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત બૉલીવુડ જગતના ચમકતા સિતારા હતા. જેની પાસે અમારા જેવા લોકો ઘણું શીખતાં હતા. સુશાંત સિંહ રાજપૂત દેશના એવા નાયક હતા જે દેશ અને દુનિયાને સારી શીખ આપતા હતા, એ જ લોકો આત્મહત્યા કરવા લાગશે તો બાકી દુનિયાનું શુ થશે.

image source

રૂપેશ સિંહે આગળ કહ્યું હતું કે સુશાંત જેવા અભિનેતાનું આ પ્રકારનું પગલું દેશ માટે, ખાસ કરીને યુવાનો માટે સારું સાબિત નહીં થાય. હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. રૂપેશ સિંહ દ્વારા સુશાંત સિંહ રાજપુતને અનોખી રીતે રેતી પર આકૃતિ બનાવીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યના ઘણા બધા લોકો વખાણ કરી રહ્યા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત