રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની બધી યાદો ભૂલી ગઈ કે શું? રોડીઝ ફેમ રાજીવ સાથે આપ્યાં આવા પોઝ

શું રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની યાદો ભૂલી ગઈ છે? સવાલ એ છે કે રિયા ચક્રવર્તીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણ સાથે જોવા મળી રહી છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રિયા ચક્રવર્તી સાથે જોવા મળી રહ્યો છે. અભિનેત્રી તેને ગળે લગાવેલી અને હસતી વખતે કેમેરા તરફ જોતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું છે – ‘માય ગર્લ’. ખરેખર, રાજીવ તાજેતરમાં જ મિત્રો સાથે એન્જોય કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે રિયા ચક્રવર્તી પણ હતી.

image source

સુશાંતના મૃત્યુ પછી વર્ષ 2020 અભિનેત્રી રિયા ચક્રવર્તી માટે ખૂબ મુશ્કેલ હતું. સુશાંતના મૃત્યુ પછી, રિયા ચક્રવર્તી પર સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર હોવાનો આરોપ મૂકાયો હતો. આ જ કેસમાં, ડ્રગની તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા રિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેણે 1 મહિનો પસાર કર્યો હતો. હવે જૂની બાબતોને ભૂલીને રિયા આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે.

image source

ચાલો તમને જણાવી દઈએ કે રિયા ફરી એકવાર મોટા પડદે પરત ફરવા માટે તૈયાર છે. 2021માં, રિયા ચક્રવર્તીની આગામી ફિલ્મ ‘ચેહરે’ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન કરનાર રૂમી જાફરી તાજેતરમાં રિયા ચક્રવર્તીને મળ્યા હતા.

image source

આ પહેલાં 31 ડિસેમ્બરે સુશાંત સિંહ અને રિયાના ખાસ દોસ્ત રૂમી જાફરીએ કહ્યું કે રિયા હવે સારી થઈ રહી છે. આ વર્ષ તેના માટે ખૂબ જ આઘાતજનક રહ્યું છે. જો કે આ વર્ષ બધા માટે ખરાબ રહ્યું છે, પરંતુ તેના કિસ્સામાં આ વર્ષે તેને એક અલગ લેવલનો આઘાત આપ્યો છે. શું તમે કલ્પના કરી શકો છો કે સારી એવી મિડલ ક્લાસ પરિવારની છોકરીએ એક મહિનો જેલમાં પસાર કર્યો છે? આ બધી બાબતોએ તેને સંપૂર્ણ રીતે કચડી નાખી છે. પરંતુ રિયા આવતા વર્ષથી કામ પર પરત ફરશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આટલા આરોપો બાદ તેની ફિલ્મ કેવી ચાલે છે અને કેવીક કમાણી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત