Site icon News Gujarat

સુશાંતની Birth Anniversary પર ફુલ ખરીદવા પહોંચી રિયા, ફોટોગ્રાફરને હાથ જોડીને કહ્યું…

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી આજે મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ રિયા ચર્ચામાં આવી હતી. તેના પર ઘણા સવાલો ઉભા થયા હતા અને આ કેસમાં તેને જેલમાં જવું પડ્યું હતું. હવે રિયા જ્યાં જાય ત્યાં પાપારાજી તેને પીછો કરે છે. આજે પણ કઈક એવુ જ થયું જ્યારે અભિનેત્રી બાંદ્રા પહોંચી.

image source

કૃપા કરીને મારો પીછો ન કરો

રિયા સુશાંત સિંહની જન્મજયંતિ નિમિત્તે બાંદ્રામાં ફૂલો ખરીદવા આવી હતી. અહીં ફોટોગ્રાફરોએ તેની તસવીરો લેવા માટે પીછો કર્યો તો અભિનેત્રીએ હાથ જોડીને કહ્યું કે તેઓ આમ ન કરે. રિયા ચક્રવર્તીએ ખૂબ જ નરમ સ્વરમાં કહ્યું કે, હું ઘરે જાઉં છું, કૃપા કરીને મારો પીછો ન કરો. અહીં એક વ્યક્તિએ રિયાને સવાલ પણ કર્યો કે, તમારા માટે ખૂબ જ ભયાનક હશે કે લોકો ગમે ત્યારે તમારો પીછો કરતા રહે છે. આના પર રિયાએ હા માં જવાબ આપ્યો.

રિયા હાલમાં જામીન પર બહાર

તમને જણાવી દઇએ કે જૂન 2020 માં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે રિયા સાથે તેની ડેટિંગના સમાચાર આવ્યા હતા. આત્મહત્યા કર્યા બાદ રિયા પર સુશાંતના પરિવાર દ્વારા એફઆઈઆર કરવામા આવી હતી. આ પછી સુશાંતના મોતની કડી ડ્રગ્સ સાથે જોડાઈ. આ કેસમાં એનસીબીએ રિયાની ધરપકડ કરી હતી. રિયા હમણાં જામીન પર બહાર છે. રિયા ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળશે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી સાથે બોલિવૂડના બીગ બી અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રૂમી જાફરીની આ ફિલ્મ 2021 માં થિયેટરોમાં રિલીઝ થશે.

નવુ ઘર શોધુ રહ્યો છે રિયાનો પરિવાર

તો બીજી તરફ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રિયાનો પરિવાર સુશાંતના મોત બાદ ખુબ પરેશાન છે અને તેઓ જલદી નવા ઘરમાં શિફ્ટ થવા માંગે છે. કારણ કે પત્રકારોથી ઘણા બધા લોકો તેમના ઘર નજીક ફરતા રહે છે, તેઓ ગમે ત્યા બહાર જાય ત્યારે તેમની તસવીરો લેવા માટે તેમનો પીછો કરતા રહે છે.

હકીકતમાં ડિસેમ્બર મહિનામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં રિયા ચક્રવર્તીના માતા પિતા ખારમાં ઘર શોધતા જોવા મળી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ પણ પોતાના બિલ્ડિંગનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના બિલ્ડિંગની નીચે મીડિયાકર્મીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ પાસે રિયાએ પ્રોટેક્શન માંગ્યું હતું. કહેવાય છે કે તેમની સમસ્યાનું મુખ્ય કારણ મીડિયા છે અને તેનાથી બચવા માટે પરિવાર નવી જગ્યા શોધી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version