Site icon News Gujarat

રિયા સુશાંત ને ભૂતની વાતો કરી ડરાવતી

સુશાંત સિંહ રાજપુત ની આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંત ના પિતાએ તેની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તેની બહેને પણ મોટો ખુલાસો પોલીસ સામે કર્યો છે.

image source

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપુતને ભૂત-પ્રેતનો ડર બતાવી ઘર બદલાવ્યું હતું. આ મોટો ખુલાસો સુશાંત ની બહેન નીતુએ પટના પોલીસ સમક્ષ પૂછપરછ દરમિયાન કર્યો છે. આ અંગે જાણવા મળે છે કે પટના પોલીસે નીતુ ઉપરાંત સુશાંત ના કૂક અને નજીકના મિત્ર એવા મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી.

image source

મીતુએ પોલીસને એવુ જણાવ્યું કે રિયા એ સુશાંતને પોતાના વશમાં કરી લીધો હતો. તે તેને ભૂત-પ્રેતની વાતો સંભળાવી ડરાવી રાખતી હતી. ભૂત ની વાતો કહીને રિયાએ સુશાંતના બીજી જગ્યાએ ઘર લેવાનું કહ્યું અને સાથે જ સુશાંત ના જુના સ્ટાફને પણ બદલી નાખ્યો. સુશાંતે વર્ષ 2015માં મુંબઈમાં 20 કરોડ રૂપિયાનું પેન્ટ હાઉસ ખરીદ્યું હતું પણ તે અચાનક જ બાંદ્રામાં ફ્લેટ ભાડે રાખી રહેવા લાગ્યો અને આ ફ્લેટમાં જ સુશાંતે આત્મહત્યા કરી લીધી.

image source

પટના પોલીસે સુશાંત ના કુકની પણ બે કલાક પૂછપરછ કરી હતી. કારણ કે જ્યારે આત્મહત્યાની ઘટના બની ત્યારે તે ઘરમાં હાજર હતો. એણે જ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડને ડુપ્લિકેટ ચાવી બનાવવાવાળાને બોલાવવાનું કહ્યું હતું. આ સાથે જ સુશાંતના મિત્ર મહેશ શેટ્ટી ની પણ પૂછપરછ કરવામાં આવી. કારણ કે આત્મહત્યા પહેલા સુશાંત એને ફોન કર્યો હતો પરંતુ તેને ફોન રિસીવ ન કર્યો.

image source

આ સાથે જ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ રિયા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે પોલીસને જણાવ્યું છે કે રિયા એક્ટર સુશાંત હેરાન કરતી હતી. તેના કહ્યા પ્રમાણે ફિલ્મ મણિકર્ણિકાની શુભેચ્છા આપવા સુશાંતે તેની સાથે વાત કરી હતી. ત્યારે સુશાંતે કહ્યું હતું કે રિયા સાથેના સંબંધોથી તે ત્રાસી ગયો છે અને તે તેમાંથી બહાર આવવા માંગે છે. તેણે સુશાંત સાથેની વાતચીતના સ્ક્રીનશોટ પણ પોલીસ સાથે શેર કર્યા છે.

image source

તો બીજી તરફ મુંબઈ પોલીસ પણ હવે સુશાંત સિંહ ના પિતા તેની બહેન સહિત પરિવારના સભ્યોના સ્ટેટમેન્ટ લેવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવે છે કે પહેલા કેટલાક કારણોસર પરિવારનું નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. તેવામાં હવે તો સુશાંત ના પિતા એ જ્યારે પટના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે મુંબઇ પોલીસ હરકતમાં આવી ગઇ છે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version