પ્રીટી વુમનથી યુવતિઓના હૃદયમાં રાજ કરનાર રીચર્ડ ગેરેએ પોતાનાથી અરધી ઉંમરની સ્ત્રી સાથે કર્યા છે લગ્ન – અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે ત્રણ-ત્રણ વાર લગ્ન

70 વર્ષની ઉંમરે પિતા બનનાર આ પ્રખ્યાત હોલીવુડ અભિનેતા શિલ્પા શેટ્ટીને ચુંબન કરીને વિવાદોમાં ફસાયા હતા.

image source

દિગ્ગજ અભિનેતા રિચાર્ડ ગેરેની પત્ની સિલ્વાએ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન બીજા બાળકને જન્મ આપ્યો. 70 વર્ષના રિચાર્ડ ગેરેની 37 વર્ષની ત્રીજી પત્ની સિલ્વા એ તેમના બીજા બાળકને જન્મ આપ્યો છે. રિચાર્ડ ગેરે બીજી વખત પિતા બન્યા બાદ ખૂબ જ ખુશ છે.

ડેઇલીમેલ ડોટ કોમ ડોટના એક અહેવાલ મુજબ રિચાર્ડની પત્ની એલેજેન્ડ્રા સિલ્વાએ એક પુત્રને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે. રિચાર્ડ ગેરે ન્યૂ યોર્કની બહારના ફાર્મહાઉસમાં તેના પરિવાર સાથે આ અમૂલ્ય સમય વિતાતી રહ્યો છે.

image source

સિલ્વા અને રિચાર્ડ ગેરે 2014 માં એક લક્ઝરી ઇટાલિયન બુટિક હોટેલમાં મળ્યા હતાં, જે સિલ્વાએ તેના પૂર્વ પતિ સાથે ખરીદી હતી. પરંતુ ત્યારે એ પહેલાથી જ પરણિત હતી. 2015 માં સિલ્વા એ પોતાના પહેલા પતિ ગોવિંદ ફ્રાઇડલેન્ડ સાથે છૂટાછેડા લીધા. ડિસેમ્બર 2012માં સિલ્વા એ પોતાના પહેલા પુત્ર એલ્બર્ટ ને જન્મ આપ્યો હતો. રિચાર્ડ ગેરેના આ ત્રીજા લગ્ન છે. 2015 માં રિચાર્ડ ગેરે અને એલેજેન્ડ્રા વચ્ચેના સંબંધોના અહેવાલો ગોસીપ્સ કોલમમાં આવ્યા હતા. ડેટિંગ બાદ બંનેએ એકબીજા સાથે એપ્રિલ 2018માં લગ્ન કર્યા હતા. અને જાહેરાત પણ કરી કે તેઓ તે વર્ષે ઓગસ્ટમાં જ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખે છે.

image source

ત્યારબાદ સિલ્વાએ ફેબ્રુઆરી 2019 માં પુત્ર એલેક્ઝાંડરને જન્મ આપ્યો હતો. એલેક્ઝાંડરના જન્મ પહેલાં, રિચાર્ડ ગેરે કહ્યું હતું કે તેઓ ‘વૃદ્ધ માતાપિતા બનવાની ચિંતા કરતા નથી અને તેઓ એક ‘હેન્ડ્સ ઓન ડેડ’ બનવા માંગે છે.

રિચાર્ડે 1991 માં સિન્ડી ક્રોફોર્ડ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, બંનેના 1995 માં છૂટાછેડા થઈ ગયા હતા.

રિચાર્ડને બીજી પત્ની બોન્ડ ગર્લ કેરે લૉવેલ થી એક પુત્ર પણ છે. રિચાર્ડ અને કેરે 2002 માં લગ્ન કર્યા હતા અને 2016 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. તેઓના પુત્રનું નામ હોમર છે, તે 19 વર્ષનો છે.

image source

આમ તો, રિચાર્ડનું નામ પોતાના જીવનમાં ઘણી સ્ત્રીઓ સાથે જોડાયેલું છે. પરંતુ આ સિવાય રિચાર્ડનું નામ ભારતમાં બનેલી એક મોટી કંટ્રોવર્સી સાથે જોડાયેલું છે. રિચાર્ડ હોલીવુડ અને ટીવીનો એક જાણીતો અભિનેતા છે. જ્યારે એક ઇવેન્ટ દરમિયાન તેણે શિલ્પા શેટ્ટીને કિસ કરી ત્યારે તેના નામની ચર્ચા ભારતમાં થઈ હતી.

image source

હકીકતમાં વર્ષ 2007 માં રિચાર્ડ ગેરે એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ માટે જયપુર ગયો હતો. પરંતુ તેણે ત્યાં બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સ્ટેજ પર ગાલ પર ચુંબન કરી દીધું હતું. અચાનક જ બનેલી આ ઘટનાથી શિલ્પા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પરંતુ તેણે આ વર્તનને રિચાર્ડનું મૈત્રીપૂર્ણ વર્તન જ ગણ્યું હતું. પરંતુ ત્યાં કાર્યક્રમમાં હાજર લોકો ગુસ્સેથી ભડકી ઉઠ્યા હતા. તે સમય દરમિયાન આ કેસ ખૂબ જ પકડાયો હતો.

image source

પરંતુ રિચાર્ડ પોતાનું જીવન પોતાની રીતે જીવવામાં જ માને છે. તેમજ રિચાર્ડ ગેરે ઘણી ફિલ્મો અને ટીવી શો કરી ચૂક્યો છે. તે લગભગ 40 વર્ષથી સિનેમા જગતમાં સક્રિય રહેલો છે. હાલમાં તે પોતાના ઘરે આવેલા નાના મહેમાનની ખુશીમાં મુગ્ધ બન્યો છે.