ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાએ શેર કરેલી આ પોસ્ટ જોઇને તમને પણ રોમેન્ટિક હિરોની આવી જશે યાદ

કહેવાય છે કે, જે વ્યક્તિ આપને છોડીને ચાલ્યા જાય છે પરંતુ તેમની યાદ ક્યારેય પણ જતી નથી. અને નથી જતી તેમની સાથે જોડાયેલ લાગણીઓ. જો ચાલી જનાર વ્યક્તિ આપની સૌથી નજીક હોય કે પછી આપના માતા પિતા માંથી એક હોય, તો એ દર્દને સંભાળવો આપના માટે વધારે મુશ્કેલ થઈ જાય છે. આવો જ મોટો દર્દ સાંભળી રહી છે ઋષિ કપૂરની દીકરી રીદ્ધીમા કપૂર સહાની.

image source

રીદ્ધીમા કપૂર સહાનીના પિતા ઋષિ કપૂરને દુનિયા છોડીને ચાલ્યા ગયાને હવે ૧૫ દિવસથી વધારે થઈ ગયા છે, પરંતુ ઋષિ કપૂરની દીકરી રીદ્ધીમા કપૂર સહાની માટે હજી પણ આ વાતને માનવા માટે ખુબ મુશ્કેલ આવી રહી છે. રીદ્ધીમા પિતા ઋષિ કપૂરની યાદ હજી પણ સતાવી રહી છે અને તેના લીધે રીદ્ધીમા કપૂર સહાની સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કરતી રહે છે. ક્યારેક રીદ્ધીમા પિતા સાથેની ફેમીલી ફોટો પોસ્ટ કરે છે તો ક્યારેક માંની સાથે વિતાવેલ કોઈ પલની ફોટો પોસ્ટ કરે છે.

હવે રીદ્ધીમા કપૂર સહાનીએ પોતાની માતા નીતુ કપૂર અને પિતા ઋષિ કપૂરની અન્ય એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. આ ફોટોમાં ઋષિ કપૂર અને નીતુ કપૂર એકબીજા સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. રીદ્ધીમા કપૂર સહાનીએ આ ફોટોના કેપ્શનમાં લખે છે કે, ‘પ્યાર’

image source

આ સાથે જ રીદ્ધીમા કપૂર સહાની પોતાની માતાની સુંદરતાની પ્રસંશા કરતા પણ એક ફોટો પોસ્ટ શેર કરી. આ નીતુ કપૂરની યુવાનીના દિવસોની ફોટો છે, જેમાં નીતુ કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે. નીતુ કપૂરના આ ફોટોના કેપ્શનમાં રીદ્ધીમા લખે છે કે, ‘સહી મેં સુંદર.’

આપને જણાવી દઈએ કે, આની પહેલા રીદ્ધીમા કપૂર સહાનીએ પિતા ઋષિ કપૂરની યાદમાં એક ફેમીલી ફોટો શેર કરી હતી. રીદ્ધીમાએ પોસ્ટ કરેલ આ ફોટોમાં રીદ્ધીમાની સાથે તેમની દીકરી સમારા, પિતા ઋષિ કપૂર, માતા નીતુ કપૂર અને ભાઈ રણબીર કપૂર પણ સાથે જોવા મળ્યા છે. રીદ્ધીમા કપૂર સહાની આ ફોટો શેર કરતા લખે છે કે, ‘હમ એક પરિવાર હૈ.’

image source

આપને જણાવીએ કે હાલમાં જ ઋષિ કપૂરની તેરમીની વિધિ કરવામાં આવી હતી, જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન નંદા અને રણધીર કપૂર સામેલ થયા હતા આ સાથે જ રીદ્ધીમા કપૂર અને નીતુ કપૂર પણ અહિયાં હાજર રહ્યા હતા.

ઋષિ કપૂરએ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. ઋષિ કપૂર છેલ્લા બે વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા અને ઉપચાર પણ કરાવી રહ્યા હતા. ઋષિ કપૂરના દુનિયા છોડ્યાના એક દિવસ પહેલા જ અભિનેતા ઈરફાન ખાનએ દુનિયાને છોડી દીધી હતી.

Source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત