આ બાઈક 500 કિમી ચલાવી લો માત્ર 115 રૂપિયામાં! અહીં જાણી લો કિંમત અને ખાસિયત વિશે

આજે અમે તમને એક એવી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે માત્ર 23 પૈસામાં 1 કિલોમીટર દોડે છે. આ કિંમત કોઈપણ પેટ્રોલથી ચાલતી મોટરસાઈકલ કરતા ઘણી ઓછી છે.

image source

આ બાઇક જોય ઇ-બાઇક મોન્સ્ટર છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત 1 કિલોમીટરમાં માત્ર 23 પૈસા છે. તે સિંગલ ચાર્જ પર 95KMની રેન્જ આપે છે.

image source

દાવા મુજબ, તે 115 રૂપિયામાં કુલ 500 KMની ડ્રાઇવિંગ રેન્જ આપશે. તેમાં 72 V, 39 AH લિથિયમ આયન બેટરી છે. આ બાઇક 1500W DC બ્રશલેસ હબ મોટર દ્વારા સંચાલિત છે.

image source

જોય ઈ-બાઈક મોન્સ્ટરને સંપૂર્ણ ચાર્જ થવામાં 5 થી 5.5 કલાકનો સમય લાગે છે. તેની બેટરીને ફુલ ચાર્જ કરવા માટે 3.3 યુનિટ વીજળીનો વપરાશ થાય છે.

image source

તેની ટોપ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક છે. ઇલેક્ટ્રિક બાઇકની એક્સ-શોરૂમ કિંમત 98,666 રૂપિયા છે.

image source

બજારમાં, તે Komaki MX3, Komaki M-5 અને Revolt Motors RV 400 જેવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સાથે સ્પર્ધા કરે છે.