દીકરી રિદ્ધિમાં કપૂરે પિતા ઋષિ કપૂરને યાદ કરતા શેર કરી તસવીર, જે ક્લિક કરીને જોતાની સાથે તમને પણ યાદ આવી જશે આ ‘ચોકલેટી હિરો’

પિતા ઋષિ કપૂરને નથી ભૂલી શકતી રિદ્ધિમાં કપૂર, શેર કર્યા આ ફોટા.

image source

બૉલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલે દુઃખદ અવસાન નીપજ્યું છે પણ પરિવારના લોકો અને એમના નજીકના વ્યક્તિઓ હજી ઋષિ કપુરને ભુલાવી નથી શકતા.ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાં કપૂર પોતાના પિતા ઋષિ કપૂરના ચાલ્યા જવાના આઘાતને સહન નથી કરી શકી અને સતત એમની સાથેના કોઈકને કોઈક જુના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે રિદ્ધિમાં કપૂર પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં નહોતી પહોંચી શકી. રિપોર્ટ્સ પ્રમાણે માનીએ તો આલિયા ભટ્ટે ઋષિ કપૂરના અંતિમ દર્શન વિડીયો કોલ દ્વારા રિદ્ધિમાં કપૂરને કરાવ્યા હતા.

ઇન્ટગ્રામ પર શેર કર્યો એક ફોટા

 

View this post on Instagram

 

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

રિદ્ધિમાં કપૂરે શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના પિતા ઋષિ કપૂર અને માતા નીતુ કપૂર સાથે જોવા મળે છે.આ ફોટાની સાથે રિદ્ધિમાં એ હાર્ટ શેપ વાળું ઇમોજી મૂક્યું છે.રિદ્ધિમાં કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક જૂનો ફોટા શેર કર્યો છે. એ ફોટો અમેરિકાનો છે. જ્યારે ઋષિ કપૂર ત્યાં કેન્સરની સારવાર માટે ગયા હતા ત્યારનો.આ ફોટામાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, ઉપરાંત ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સહિત ચાર લોકો જોવા મળી રહ્યા છે.

અંતિમ સંસ્કાર વિધિમાં નહોતી પહોચી શકી રિદ્ધિમાં કપૂર

image source

રિદ્ધિમાં કપૂર પોતાના પતિ ભરત સાહની સાથે દિલ્લીમાં વસવાટ કરે છે. જેના કારણે એ પોતાના પિતાની અંતિમ સંસ્કાર વિધિમાં નહોતી પહોંચી શકી. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે લોકડાઉન હતું તો પણ દિલ્લી પોલીસે 5 લોકો સાથે મુવમેન્ટ કરવાની પરવાનગી રિદ્ધિમાં કપૂરને આપી દીધી હતી. પણ મુંબઈમાં ઋષિ કપૂરની અંતિમ સંસ્કાર વિધિ 3 વાગ્યા સુધીમાં કરવાની પરવાનગી મળી હતી. અને આટલું જલ્દી રિદ્ધિમાં કપૂર દિલ્લીથી મુંબઈ પહોંચી ન શકી. 3 મેં એ રિદ્ધિમાં કપૂર હાઇવે મારફતે દિલ્લીથી મુંબઈ પહોંચી હતી.

ઋષિ કપૂરે એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં લીધો તેમનો છેલ્લો શ્વાસ.

image source

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2018માં ઋષિ કપૂરને પોતાના કેન્સર અંગેની જાણ થતાં એ પોતાની પત્ની નીતુ કપૂર સાથે ન્યુયોર્ક પોતાની સારવાર માટે ગયા હતા.એમના પરિવારે લાંબા સમય સુધી ઋષિ કપૂરની બીમારી છુપાવવાની કોશિશ કરી હતી. ત્યાં લગભગ એક વર્ષ સુધી સારવાર કરાવ્યા બાદ ઋષિ કપૂર સપ્ટેમ્બર 2019માં ભારત પરત ફર્યા હતા. ઋષિ કપૂરને 29 એપ્રિલે એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અને ત્યાં જ બીજા દિવસે ઋષિ કપૂરે એમનો છેલ્લો શ્વાસ લીધો હતો. ઋષિ કપૂરના અકાળે થયેલા મૃત્યુથી સમગ્ર બૉલીવુડ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયું હતું.

source : nav bharat times

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત