Site icon News Gujarat

માત્ર 23 વર્ષની ઉંમરમાં જ રિષભ પંતે કરી લીધી હતી અધધધ…કમાણી, સપનામાંં પણ ના વિચારી શકાય એટલો છે આ આંકડો

દિલ્હી કેપિટલ્સ ના કેપ્ટન રિષભ પંત તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. ત્રેવીસ વર્ષીય વિકેટ કિપર બેટ્સમેન ભારતીય ક્રિકેટ ટીમનો ઉભરતો સ્ટાર છે. જ્યારે પંત મેદાન પર ન હોય ત્યારે તે પોતાનો મોટાભાગનો સમય તેના પરિવાર સાથે તેના ઘરમાં વિતાવે છે. રિષભ પંતે આ નાની ઉંમરે ઘણા સીમા ચિહ્નો હાંસલ કર્યા છે, અને સાથે સાથે તે આટલી નાની ઉંમરે કરોડો નો માલિક પણ બન્યો છે.

image source

રિષભ પંતે ૨૦૨૦ માં ૨૯.૧૯ કરોડની કમાણી કરી હતી. ફોર્બ્સ ૨૦૧૯ સેલિબ્રિટી સો ની યાદીમાં તે ત્રીસ મા ક્રમે હતો. મીડિયા રિપોર્ટ મુજબ ૨૦૨૧ માં પંતની નેટવર્થ પાંચ મિલિયન ડોલર છે, જે ભારતીય રૂપિયા અનુસાર છત્રીસ કરોડ રૂપિયા છે. પંતની કમાણી દસ કરોડ રૂપિયા છે, જ્યારે તે મહિને ત્રીસ લાખ રૂપિયા કમાય છે.

image source

પંત બીસીસીઆઈ ના વાર્ષિક ખેલાડી કરાર ની એ ગ્રેડ કેટેગરીમાં આવે છે, જે હેઠળ તેને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા મળે છે. તેમને ટેસ્ટ મેચ દીઠ ત્રણ લાખ રૂપિયા, વન ડે મેચ દીઠ બે લાખ રૂપિયા અને ટી-ટ્વેન્ટી મેચ દીઠ એક લાખ પચાસ હજાર રૂપિયાની મેચ ફી મળે છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ ને સિઝન દીઠ આઠ કરોડ રૂપિયાની ફી મળે છે.

image source

રિષભ પંત ઘણી બ્રાન્ડ્સ ની જાહેરાત કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંત ની કુલ સંપત્તિમાં વર્ષો થી ચાલીસ ટકાનો વધારો થયો છે. તેઓ એસજી અને એડિડાસ ક્રિકેટ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે, અને તેમના બેટ અને કિટ માટે જાહેરાત કરે છે.

image source

પંત એમએસ ધોની અને વિરાટ કોહલી ની સાથે બૂસ્ટનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ગયા વર્ષે રિષભ પંતે જેએસડબ્લ્યુ સ્ટીલ સાથે ત્રણ વર્ષ જૂની મોટી એન્ડોર્સમેન્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. રિષભ પંતનું કાર કલેક્શન ઘણું નાનું છે, પરંતુ તેની પાસે કરોડો રૂપિયાની કાર છે.

પંતના કાર કલેક્શન માં મેઓરેક્ઝ, ઓડી એ8 અને ફોર્ડ નો સમાવેશ થાય છે, જેની કિંમત અનુક્રમે બે કરોડ રૂપિયા, એક કરોડ એંસી લાખ રૂપિયા અને પંચાણું લાખ રૂપિયા છે. પંતનું ઉત્તરાખંડ, હરિદ્વારમાં લક્ઝરી ડિઝાઇનર હાઉસ છે. જોકે, તેના ઘરની કિંમત હજુ જાહેર થઈ નથી.

image source

રિષભ પંત ભારત તરફ થી અત્યાર સુધી વીસ ટેસ્ટ, અઠ્ઠાર વન ડે અને તેત્રીસ ટી- વીસ મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં ૪૫.૨૬ ની સરેરાશથી ૧૩૫૮ રન ફટકાર્યા છે, જ્યારે વન ડેમાં તેણે ૩૩.૦૬ ની એવરેજ થી પાનસો ઓગણત્રીસ રન ફટકાર્યા છે. પંતે ટી-વીસ માં ૨૧.૩૩ ની સરેરાશ અને ૧૨૩.૦૭ ના સ્ટ્રાઇક રેટ થી પાંચસો બાર રન પણ ફટકાર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version