Site icon News Gujarat

ક્રિકેટર ઋષભ પંતની માતા અને બહેન સામે રેસ્ટોરન્ટના કુકએ નોંધાવી ફરિયાદ, તપાસ શરુ

યુવા ક્રિકેટર ઋષભ પંત પર એક પછી એક એમ સમસ્યાઓ સતત વધી રહી છે. પહેલા ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાં પણ તે સારું પ્રદર્શન કરી શક્યા નહીં.

જો કે મેદાન પર સારું પ્રદર્શન ન કરી શકનાર ઋષભ પંત હવે પરીવારના કારણે વિવાદમાં સપડાયો છે. ઋષભ પંતના પરીવાર પર છેતરપિંડીનો આરોપ મુકવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ તપાસ પણ શરુ થઈ છે.

image source

ક્રિકેટર ઋષભ પંતની માતા અને બહેન પર તેની હોટલમાં કામ કરનારા એક કર્મચારીએ ગંભીર આરોપ લગાવ્યો છે અને તેણે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ઋષભ પંતની દિલ્હી-હરિદ્વાર હાઈવે પર બેક ટુ બેઝ નામની એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં કામ કરતાં કુકએ આ ફરિયાદ દાખલ કરી છે.

ફૈઝ આલમ નામના એક યુવકે ઋષભની માતા અને બહેન વિરુદ્ધ ફરિયાદ કરી છે કે તેમણે તેને 2 મહિનાથી પગાર આપ્યો નથી. જ્યારે તે પગાર લેવા પહોંચ્યો તો બંનેએ તેને ઋષભ પંતના નામથી ધમકાવ્યો. ફૈઝએ આ મામલે અલ્પસંખ્યક આયોગમાં લેખિત ફરિયાદ દાખલ કરી હતી. ફૈઝએ આ રેસ્ટોરન્ટમાં ડિસેમ્બરથી કામ કરવાનું શરુ કર્યું હતું. નોકરી પર રાખવા સમયે ફૈઝનો પગાર 9500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ તેને એક ડિસેમ્બર પછીથી પગાર આપવામાં આવ્યો નથી. તેને 5 માર્ચે જાણ કરવામાં આવી કે હોટલ બંધ થઈ રહી છે તેથી હવે કામ પર આવે નહીં. તેવામાં ફૈઝે જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનાના કામનો પગાર માંગ્યો હતો.

image source

પગારની માંગ કરવા પર ઋષભ પંતની માતાએ તેને ધમકાવ્યો અને કહ્યું કે, “મારો દીકરો નેશનલ લેવલનો ક્રિકેટર છે, મને બધા જ નિયમો ખબર છે બીજીવાર પૈસા લેવા આવીશ તો પોલીસમાં પકડાવી દઈશ..”

ફૈઝએ આ મામલે કંટાળી અને ફરિયાદ નોંધાવી છે. આ મામલે સિવિલ લાઈંસ પોલીસ તપાસ કરી રહી છે. ફૈઝનું કહેવું છે કે તે બેરોજગાર છે અને તેના પિતા પણ નથી તેથી ઘરનો અને પરીવારનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે. હાલ તે આર્થિક રીતે ખરાબ સ્થિતિમાં છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલ આ મામલે ઋષભ પંતના પરીવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.

source : sportswiki

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version