ઋષિ કપૂર અને દીકરી રીદ્ધીમાં બન્ને બાળપણમાં હતા એકબીજાની કાર્બન કોપી, તસવીર જોઇને તમે પણ કહેશો સાચી વાત

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા.

image source

ઋષિ કપૂર ભલે હવે આ દુનિયામાં નથી પરંતુ ઋષિ કપૂર આજે પણ પોતાના પરિવારના સભ્યોના દિલમાં જીવંત છે. ઋષિ કપૂરની દીકરી રીદ્ધીમા કપૂર સહાની પોતાના પિતાથી ખુબ જ નજીક હતી.

રીદ્ધીમાં કપૂર સહાની રોજબરોજ નિયમિત રીતે પોતાના પિતા ઋષિ કપૂરની યાદમાં કોઈને કોઈ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. આ સમયે રીદ્ધીમાં કપૂર સહાનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના નાનપણની એક ફોટો શેર કરી છે જેમાં રીદ્ધીમાં કપુર સહાની ઋષિ કપૂરની કાર્બન કોપી જ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

આ ફોટો જોઇને રીદ્ધીમાં કપૂર સહાનીને જો ઋષિ કપૂરની કાર્બન કોપી કહેવામાં આવે તો તેમાં કઈ જ ખોટું નહી હોય. આ ફોટોમાં જોઈ શકાય છે કે, રીદ્ધીમાં કપૂરને ઋષિ કપૂરએ પોતાના ખોળામાં લઈને ઉભા જોવા મળી રહ્યા છે. રીદ્ધીમાં કપૂર સહાની અને ઋષિ કપૂરની સાથે રીદ્ધીમાંની મમ્મી નીતુ કપૂર પણ સાથે જ ઉભી રહેલ છે. આ બંને ફોટો રીદ્ધીમાં કપૂર સહાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર ર્ક્યા છે.

image source

રીદ્ધીમાં કપૂર સહાનીને અન્ય એક ફોટો ફેમીલી ફોટો શેર કરી છે જેમાં રીદ્ધીમાં કપૂર સહાની પિતા ઋષિ કપૂર, માતા નીતુ કપૂર, ભાઈ રણબીર કપૂર અને દીકરી સમારા સહાની પણ સાથે જ જોવા મળી રહી છે. આ ફોટો કેટલાક વર્ષો પહેલાની ફોટો છે. જેને અત્યારે રીદ્ધીમાંએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે ઉપરાંત થ્રોબેક ફોટોસને ફેંસ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

image source

આપને જણાવીએ કે, જયારે ઋષિ કપૂરનું નિધન થઈ હતું ત્યારે રીદ્ધીમાં પોતાની સાસરીમાં દિલ્લીમાં હતી. હાલમાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલ લોકડાઉનના કારણે રીદ્ધીમાં ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થઈ શકી નહી. પછીથી રીદ્ધીમાં કપૂર સહાનીએ દિલ્લીથી મુંબઈ સુધીની મુસાફરી રોડ માર્ગે કરી હતી અને રીદ્ધીમાં પિતાની પ્રાર્થના સભામાં સામેલ થઈ હતી.

image source

આપને જણાવીએ કે, ઋષિ કપૂર છેલ્લા દોઢ વર્ષથી લ્યુકેમિયા કેન્સર સામે લડી રહ્યા હતા. ઋષિ કપૂરએ લાંબા સમય સુધી ન્યુયોર્કમાં પણ સારવાર લેવા માટે ગયા હતા. ૨૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ઋષિ કપૂરનું સ્વાસ્થ્ય બગડતા ઋષિ કપૂરને એચએન રીલાન્યંસ હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં ઋષિ કપૂરએ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.

Source : DailyHunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત