ઋષિ કપૂરના ચંદનવાડી સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર, જૂઓ વિડિઓ રણબીર સાથે કોણે આપી હાજરી.

છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહેલ બોલીવુડ સ્ટાર ઋષિ કપૂરનું આજ રોજ એટલે કે ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ સવારે ૮:૪૫ વાગે મૃત્યુ થઈ ગયું છે. અંતિમ વિધિ માટે ઋષિ કપૂરને આજે મરીન લાઈન્સ પર સ્થિત ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવશે.

સમશાનઘાટ પર ઋષિ કપૂરના પરિવારની સાથે નજીકના સંબંધીઓ સહિત બોલીવુડના અભિષેક બચ્ચન પોતાની પત્ની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન અને અનીલ અંબાણી ચંદનવાડી સ્થિત સમશાનઘાટ પહોચ્યા છે.

image source

અગ્નિદાહ સમયે આ વ્યક્તિઓ હાજર રહેશે.:

નીતુ કપૂર, રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનીષા કપૂર, રાજીવ કપૂર, રણધીર કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, બિમલ પારેખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડૉ.તરંગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી,

image source

જય રામ, રોહિત ધવન, રાહુલ રવૈલ મુંબઈ પોલીસે ઋષિ કપૂરના અગ્નિદાહ સંસ્કાર સમયે આટલી જ વ્યક્તિઓને હાજર રહેવાની મંજુરી આપી છે.

છેલ્લા સમયે પત્ની નીતુ અને દીકરો રણબીર પાસે જ હતા.:

image source

સુત્રો મુજબ, એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. ઋષિ કપૂર જયારે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે ઋષિ કપૂરની પાસે પત્ની નીતુ અને દીકરો રણબીર કપૂર પાસે જ હતા.

image source

છેલ્લા શ્વાસ લેતા પહેલા ઋષિ કપૂરએ દીકરા રણબીર કપૂરને પોતાની નજીક પલંગ પર બેસવાનું કહ્યું હતું. તે સમયે ઋષિ કપૂરની દીકરી રીદ્ધીમા દિલ્લીમાં છે. ગૃહમંત્રાલયે રીદ્ધીમાને મુંબઈ જવાની મંજુરી આપી દીધી છે.

image source

ઋષિ કપૂરના મૃત્યુના ખબર સાંભળતા જ આલિયા ભટ્ટ તરત જ હોસ્પિટલ પહોચી ગઈ હતી. આલિયા ભટ્ટ રાતના સમયે પણ હોસ્પિટલમાં આવી હતી. અત્યારે પંડિતો સમ્શાને પહોચી ગયા છે. પંડિતો ત્યાં પહોચીને અંતિમ સંસ્કાર વિધિની તૈયારી પણ ચાલુ કરી દીધી છે.

image source

કપૂર ફેમિલીની અપીલ, લોકડાઉનના નિયમોનું પાલન કરો.:

ઋષિ કપૂરના મૃત્યુની ખબર સાંભળતા જ ઋષિ કપૂરના ફેંસ હોસ્પિટલમાં જ એકઠા થઈ ગયા હતા. પણ મુંબઈ પોલીસએ તેઓને દુર કરી દીધા હતા. અત્યારે હોસ્પિટલમાં બેરીકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે.

image source

લોકડાઉનની માર્ગદર્શિકા મુજબ, અંતિમ સંસ્કાર સમયે ૨૦ કરતા વધારે વ્યક્તિઓને સામેલ થશે નહી. ૨૯ એપ્રિલના રોજ ઈરફાન ખાનના અંતિમ સંસ્કારમાં ૨૦ વ્યક્તિઓને જ સામેલ થવાની મંજુરી આપવામાં આવી હતી. કપૂર પરિવારના સભ્યોએ પણ પોતાના ફેંસને અપીલ કરતા કહ્યું હતું કે, તેઓ લોકડાઉનના નિયમોનું પાલન કરે.