ઋષિ કપૂર આ વ્યક્તિને ફોન કરી રડવા લાગ્યા હતા અને કહ્યું હતુ, ‘ઠાકુર, મુઝે કેન્સર હો ગયા યાર’..

‘ઠાકુર, મને કેન્સર થઈ ગયું દોસ્ત..’ જ્યારે આ ખાસ વ્યક્તિને ફોન કરીને ઋષિ કપૂર રડવા લાગ્યા હતા

image source

47 વર્ષ સુધી સતત અભિનયથી પ્રેક્ષકોનું દિલ જીતનાર ઋષિ કપૂર હવે આપણી વચ્ચે રહ્યા નથી. જોકે, ઋષિ કપૂરની બધી અવનવી કહાનીઓ તેમના ગયા પછી પણ હેડલાઇન્સમાં ચમકી રહી છે. આવો જ એક કિસ્સો તેમના નજીકના એક મિત્ર દ્વારા જણાવવામાં આવ્યો છે. તેમના મિત્રએ કહ્યું કે ઋષિ કપૂર કેવી રીતે તેમના કેન્સરના સમાચાર આપતાં આપતાં ફોન પર જ રડી પડ્યા હતા.

image source

દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના મૃત્યુના આઘાતમાંથી હજી કોઈ બહાર આવ્યું નથી. ખાસ કરીને તેમના પરિવાર અને નજીકના મિત્રો આ સત્યને સ્વીકારવા માટે સમર્થ નથી. ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયા પછી, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેમની પ્રતિક્રિયાઓ સતત શેર કરી રહ્યાં છે. તેમાંથી એક છે રાજ બંસલ, એક ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને ઋષિ કપૂરનો નજીકનો ખાસ મિત્ર. ઋષિ કપૂરની માંદગી વિશે તેમણે ખુલાસો કરતાં કહ્યું કે તેઓ ન્યૂયોર્ક ગયા તે પહેલાં જ મને ફોન કર્યો હતો અને કેન્સર થવાની માહિતી શેર કરી હતી.

image source

ઋષિ કપૂરને લ્યુકેમિયા હતો. આ એક પ્રકારનો ખતરનાક કેન્સર છે. તેઓ 2018 થી આ કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ બે વર્ષ લડ્યા બાદ હમણાં જ મૃત્યુ પામ્યા.

ઋષિ કપૂરના ખૂબ નજીકના મિત્ર રાજ બંસલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કેવી રીતે ઋષિ કપૂરે તેમને ફોન પર જ આ વાત જણાવી અને વાત કરતા કરતા જ ફોન પર રડવા લાગ્યા હતા.

image source

રાજ બંસલે જણાવ્યું કે, વર્ષ 2018 માં જ્યારે ઋષિ કપૂરને કેન્સર હોવાનું નિદાન થયું હતું, ત્યારે તેણે ન્યૂયોર્કમાં સારવાર લેવાનું નક્કી કરી લીધું હતું. રાજે કહ્યું કે ન્યુયોર્ક જતાં પહેલાં ઋષિ કપૂરે તેમને ફોન પણ કર્યો હતો.

રાજ બંસલને ફોન કર્યા પછી તરત જ ઋષિ કપૂરે કહ્યું કે ઠાકુર મારે તને કઈંક કહેવું છે દોસ્ત… આ કહેતાની સાથે જ ઋષિ કપૂરે રડવાનું શરૂ કર્યું અને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. ઋષિ, જે હંમેશાં લોકો સાથે ઉત્સાહથી બોલતા હતા, તે દિવસે ગળામાંથી તેમનો અવાજ પણ બહાર નીકળતો ન હતો. મને થયું કે કઈંક તો ગડબડ છે. થોડા સમય પછી જ્યારે રાજ બંસલે રિટર્ન કોલ કર્યો અને પૂછ્યું કે ચીંટુ બધું બરાબર છે ને, ત્યારે તેમણે રૂંધાયેલા અવાજે કહ્યું, ‘ઠાકુર સારા સમાચાર નથી દોસ્ત, મને કેન્સર થઈ ગયું છે. હું સાંજે સારવાર માટે ન્યુયોર્ક જઈ રહ્યો છું.

image source

રાજ બંસલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ઋષિ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેના લગભગ બે દિવસ પહેલા તેમણે વાત કરી હતી. તેમને બંગલાથી ફ્લેટમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમણે ઋષિ કપૂર સાથે ફોન પર વાત કરી ત્યારે તે ફ્લેટની બહાર ચાલતો હતો. રાજે તેમને અંદર જવા સૂચના પણ આપી હતી, જેના જવાબમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે બંગલામાં કેટલાક કામ ચાલવાના કારણે, આ ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા છે અને થોડી તાજી હવા મેળવવા બહાર આવ્યા છે.

image source

રાજ બંસલ અને ઋષિ કપૂરની ચાંદની ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રથમ મુલાકાત થઈ હતી. તે દિવસથી બંને એવા મિત્રો બની ગયા કે તેમની આ મિત્રતા અંતિમ ક્ષણ સુધી ટકી રહી. નોંધપાત્ર વાત એ છે કે બંનેની મિત્રતા લગભગ ત્રણ દાયકા જૂની છે. બંનેની પહેલીવાર મુલાકાત યશ ચોપરા દ્વારા ફિલ્મના સેટ પર થઈ હતી. ધીરે ધીરે બંનેની મિત્રતા ગાઢ બની ગઈ હતી. બંનેએ એક બીજાના પારિવારિક પ્રસંગોની મુલાકાત પણ શરૂ કરી દીધી હતી. બંને તેમના જીવનના મોટા મુદ્દાઓ પર એકબીજાની સલાહ લેતા હતા. જ્યારે રાજ બંસલ ઋષિ કપૂરને મોટા ભાઈની જેમ માનતો હતો, ત્યારે ઋષિ કપૂર તેમને પ્રેમથી ઠાકુર કહેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત