પીઢ અભિનેતા ઋષિ કપૂરનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ

બૉલીવુડનો એક બુલંદ સિતારો ખરી પડ્યો. પીઢ અભિનેતા રિશી કપૂરનું 67 વર્ષની વયે મુંબઈમાં નિધન.

image source

હજુ ગઈકાલે થયેલાં ઈરફાન ખાનનાં નિધનનાં આઘાતમાંથી બૉલીવુડ જગત અને કરોડો ભારતીય લોકો બહાર નહોતાં આવી શક્યાં ત્યાં હમણાં જ માહિતી મળી છે કે પીઠ અભિનેતા રિશી કપૂર આ દુનિયાને છોડી ગયાં છે.

અભિનેતા રિશી કપૂરનું ૬૭ વર્ષની વયે આજે સવારે મુંબઇની એચ.એન. રેલિયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમનાં ભાઈ રણધીર કપૂરે આ સમાચારની પુષ્ટિ કરી છે.

image source

ગઈકાલે રાતે ખબર હતી કે કેન્સરથી ગ્રસ્ત રિશી કપૂરને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેમને દાખલ કરવામાં આવ્યા છે. એ સમયે ડોક્ટરોનું કહેવું હતું કે એમની તબિયત સ્થિર છે.

રાજ કપૂરનાં આ મલ્ટી ટેલેન્ટેડ પુત્રએ પોતાની જવાનીનાં દિવસોથી લઈને અત્યાર સુધી બોલિવુડમાં એકથી એક ઉત્તમ રોલ કર્યાં હતાં. પોતાની પ્રથમ ફિલ્મ મેરા નામ જોકરમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કરનારાં રિશી કપૂરે ત્યારબાદ ડિમ્પલ કાપડિયા સાથે બોબી ફિલ્મ કરી. બોબીથી શરૂ કરેલી રિશીજીની આ સફર છેક ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ધ બોડી સુધી ચાલુ રહી.

image source

રિશી કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યાં હતાં. ત્યાં લગભગ એક વર્ષ સુધી તેમની કેન્સરની સારવાર ચાલી હતી. મળતી માહિતી મુજબ રિશી કપૂરને છાતીમાં ચેપ હતો, શ્વાસ લેવામાં તકલીફ હોવાની સાથે અને હળવો તાવ પણ હતો. આ લક્ષણો ને જોતાં તેમનો કોવિડ -19 ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. હોસ્પિટલનાં બે નિષ્ણાંત ડોકટરો તેમની સારવાર કરી રહ્યા હતાં. ડોક્ટરોની લાખ કોશિશો છતાં તેઓ રિશી કપૂરને બચાવવામાં અસફળ રહ્યાં.

image source

ગયા ગુરુવારથી તેમની તબિયત નબળી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ત્યારે દાખલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ચાર કલાક બાદ તેમને રજા આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને હોસ્પિટલની મુલાકાત માટે વિશેષ પાસ પણ આપવામાં આવ્યો હતો. તેમના તબીબી અહેવાલો બીએમસી અને આરોગ્ય વિભાગને પણ મોકલવામાં આવ્યા હતા.

2 વર્ષ પહેલા કેન્સર થયું હતું

image source

રિશી કપૂરને 2018 માં કેન્સર થયું હતું; જેની સારવાર માટે તેઓ અમેરિકા ગયાં હતાં. 11 મહિના ત્યાં રહ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ ભારત પરત આવ્યાં હતાં. આ દરમિયાન તેમની પત્ની નીતુ એમની સાથે અમેરિકામાં એમની સાથે જ હતી.

પુત્ર રણબીર કપૂર તેમને મળવા ઘણી વખત ન્યૂયોર્ક ગયો હતો. થોડા દિવસો પહેલા રિશીજીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હવે હું વધારે સારું અનુભવું છું અને કોઈપણ કામ કરવા સમર્થ છું. ફરીથી અભિનય ક્યારે શરૂ કરવો છે પણ ખબર નથી લોકોને હવે મારું કામ ગમશે કે નહીં. ન્યૂયોર્કમાં મને ઘણી વખત લોહી ચડાવવામાં આવ્યું હતું, ત્યારે મેં નીતુને કહ્યું – મને આશા છે કે નવું લોહી હોવા છતાં હું અભિનય ભૂલીશ નહીં. ”

image source

જ્યારે રિશી કપૂરની સારવાર ન્યૂયોર્કમાં ચાલી રહી હતી, ત્યારે તેના મિત્રો અને પ્રિયજનોને ત્યાં તેમની તબિયત વિશે જાણવા જતાં હતાં. જેમાં પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, આમિર ખાન, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, કરણ જોહર અને મલાઈકા અરોરા સામેલ હતા. રિશીજી છેલ્લે ધ બોડી ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન પર જોવા મળ્યો હતો.

image source

રિશીજી ફેબ્રુઆરીમાં બે વખત હોસ્પિટલમાં દાખલ થયા હતાં. એકવાર જ્યારે તે દિલ્હીમાં એક પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયાં હતાં, ત્યારે તેમને ત્યાંની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે રિશી કપૂરે પોતે કહ્યું હતું કે તે “ચેપ” થી પીડિત છે. મુંબઈ પરત ફર્યા બાદ, વાયરલ તાવના કારણે તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તબિયત ઝડપથી સુધરતાં તેને રજા આપવામાં આવી હતી.

image source

સોશ્યલ મીડિયા પર પોતાની તાર્કિક અને અપમાનજનક ટિપ્પણીઓ માટે જાણીતા રિશી કપૂરે 2 એપ્રિલ પછી ટ્વિટર એકાઉન્ટ પર કંઇપણ પોસ્ટ કર્યું નહોતું. છેલ્લે તેમણે દીપિકા પાદુકોણ સાથે હોલીવુડની ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ ની રિમેકમાં કામ કરવાની પણ જાહેરાત કરી હતી.

image source

આપણા કમનસીબે હવે આપણે એમને ક્યારેય ફિલ્મી સ્ક્રીન પર જોઈ નહીં શકીએ, પણ એ હંમેશા આપણાં હૃદયમાં જીવિત રહેશે. ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી એક બૉલીવુડ ફેન તરીકે અંતઃકરણથી પ્રાર્થના.