નીતુ સિંઘ ના પ્રેમમાં પાગલ ૠષી કપૂર સાસુમાંને પણ પોતાના ઘરે જ રહેવા લઈ આવ્યા હતા

નીતુ ના પ્રેમમાં સાસુમાઁ ને ઘરે લઈ આવ્યા હતા ઋષિ કપૂર, લગ્નમાં આવી હતી ઘણી અડચણો.

image source

બોલીવુડના સુપર સ્ટાર ઋષિ કપૂરનું 30મી એપ્રિલ 2020ના રોજ 67 વર્ષની વયે અવસાન થઈ ગયું.એમના આમ અચાનક ચાલ્યા જવાની ખબરથી આખું બૉલીવુડ આઘાતમાં છે. ત્યારે એમના ચાહકોમાં પણ ગમગીની છવાયેલી છે.ઋષિ કપૂર બ્લડ કેન્સરથી પીડાતા હતા. અને છેલ્લા બે વર્ષથી અમેરિકામાં પોતાના કેન્સર ની સારવાર કરાવી રહ્યા હતા.એમની આ સારવાર દરમિયાન એમની પત્ની નીતુ સિંહ હમેશા એમની પડખે જ ઉભી રહી સાથ આપ્યો હતો.

અન્ય પતિ પત્નીની જેમ ઋષિ કપૂર અને નીતુ સિંહે પણ સાથે જીવવા મરવાના કોલ આપ્યા જ હશે. તો ચાલો જોઈએ એમના જીવનની એવી વાતો જે જાણી ને એમના પ્રેમનો કદાચ આપણે અંદાજ લગાવી શકીએ.

image source

પોતાના જમાનામાં ચોકલેટી હીરો તરીકે બોલીવુડમાં પગ પેસારો કરનાર ઋષિ કપૂર અને નીતુ સિંહ વચ્ચેની પડદા પરની કેમેસ્ટ્રી વખાણવાલાયક હતી અને એટલે જ એમના ચાહકો આ બન્ને ને પડદા પર સાથે જોવા માંગતા હતા.નીતુ સિંહ અને ઋષિ કપૂરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.જેંવી કે કભી કભી, અમર અકબર એંથેની, ખેલ ખેલ મેં, દો દુની ચાર, દૂસરા આદમી વગેરે. એકસાથે કામ કરતા કરતા ક્યારે એ મિત્રતા પ્રેમમાં પરિણમી એનો એમને પણ ખ્યાલ ન રહ્યો. એકબીજા માટે નો એ પ્રેમ જ હતો જેના કારણે પડદા પર એમની કેમેસ્ટ્રી જામતી.

image source

નીતુ સિંહે ફક્ત 14 વર્ષની ઉંમરે જ ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો.અને એ સમયે ઋષિ કપૂરના ઘણા ચાહકો બની ગયા હતા. બન્ને એ પહેલીવાર 1974માં ફિલ્મ ઝહરિલા ઇન્સાનમાં સાથે કામ કર્યું હતું. ઋષિ કપૂર ઘણા જ રમુજી સ્વભાવના હતા અને એ ફિલ્મોના સેટ પર નીતુ સાથે પણ મજાક મસ્તી કરતા રહેતા. એમને ચીડવ્યા કરતા. બંને વચ્ચે પ્રેમ પણ એકદમ ફિલ્મી અંદાજમાં જ થયો હતો.

નીતુ સિંહને ધીમે ધીમે ઋષિની મજાક મસ્તી ગમવા લાગી.બીજી બાજુ ઋષિ કપૂર જ્યારે અમુક દિવસો માટે પેરિસ ગયા શૂટિંગ માટે ત્યારે તેમને પણ પોતાના પ્રેમનો અહેસાસ થયો. ઋષિએ પેરિસથી ટેલિગ્રામ કરીને પોતાના પ્રેમ નો નીતુ સામે એકરાર કર્યો હતો. અને આ જોઈ નીતુ ખુશીમાં નાચી ઉઠ્યા હતા.

image source

એવું કહેવામાં આવે છે કે ઋષિ કપૂર અને નીતુ સિંહના આ સંબંધોથી નિતુની માઁ ખુશ નહોતી, એમની ચિંતાનું કારણ એ હતું કે એ વખતે નીતુ ફક્ત 14 વર્ષના જ હતા અને હજી એમને સફળતાનાં પગથિયાં ચડવાની શરૂઆત જ કરી હતી.નિતુની માતા નહોતા ઇચ્છતા કે ફિલ્મજગતના લોકો નીતુ અને ઋષિ સંબંધ વિશે વાતો કરે અને એટલે જ ઋષિ જ્યારે નીતુ ને ડેટ પર લઈ જતા,નિતુની માતા નિતુના પિતરાઈ ભાઈને પણ એમની સાથે મોકલી દેતી.

image source

છેલ્લે જ્યારે ઋષિ કપૂરે જાતે નિતુની માતા સામે નીતુ સાથેના લગ્નની વાત કરી ત્યારે એમની માતાએ આ સંબંધને અપનાવી લીધ. નીતુ પણ પોતાના લગ્ન અંગે ખૂબ જ ખુશ હતી પણ એમને એક વાત સતત હેરાન કર્યા કરતી કે એમના લગ્ન પછી એમની માતા નું ધ્યાન કોણ રાખશે કારણકે આખા પરિવારની જવાબદારી નિતુના ખભા પર જ હતી. ઋષિ કપૂર નિતુની આ ચિંતા ને સમજી ગયા હતા.અને એટલે જ એમને લગ્ન પછી નિતુની માતા ને એમની સાથે રહેવાનું આમંત્રણ આપ્યું હતું.

image source

નીતુ અને ઋષિની સગાઈ પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે.કુટુંબમાં કોઈના લગ્નમાં હાજરી આપવા ઋષિ દિલ્લી આવ્યા હતા અને નીતુ પણ એ સમયે એમની માતા સાથે એ જ હોટેલમાં રોકાયા હતા. બનેં પરિવાર સાથે હતા એટલે એ લોકો એ એવું વિચાર્યું કે આ જ સાચો સમય છે સગાઈ કરી દેવાનો અને અચાનક જ ઋષિ અને નિતુની સગાઈ નકકી કરી દેવામાં આવી.

image source

બધાની વચ્ચે આમ સગાઈની વાત થતા નીતુ થોડા ગભરાઈ ગયા હતાં, એમને સમજાઈ નહોતું રહ્યું કે હવે એ શું બોલે.અને એ વખતે ઋષિ કપૂરે એમને સમજાવ્યા.એ પછી 22 જાન્યુઆરી 1980માં બન્ને ના લગ્ન થઈ ગયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત