16 વર્ષની ઉંમરે ઋષિ કપૂરની દીકરી રિધ્ધિમાં કપૂરને મળવા લાગી હતી ફિલ્મોની ઓફર, પણ આ કારણે બોલિવૂડમાં એન્ટ્રી કરવાની પાડી દીધી હતી ચોખ્ખી ‘ના’

રનબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સહાનીને પણ મળી હતી કેટલીક ફિલ્મોની ઓફર, આ કારણે પાડી દીધી ના.

રનબીર કપૂર (Ranbir Kapoor) આજે બોલીવુડ (Bollywood) ના ટોપ અભિનેતાઓની લિસ્ટમાં સામેલ છે. અભિનેતા રનબીર કપૂરએ આ સ્થાન ના ફક્ત કપૂર ખાનદાનના કારણે મળ્યું છે પરંતુ અભિનેતા રનબીર કપૂરએ પોતાના દમ પર પણ આ ઓળખને મજબુત કરી છે. તેમની આ મહેનત જ સિનેમાને લઈને તેમના જુનુનને દર્શાવે છે. પરંતુ શું આપ જાણો છો કે, રનબીર કપૂરની જેમ જ તેમની બહેન રીદ્ધીમા કપૂર સાહની (Ridhdhima Kapoor Sahni) પણ અભિનેત્રી બની શકતી હતી. કેમ કે, રીદ્ધીમા કપૂર સહાનીને પણ ફિલ્મોમાં કામ કરવા માટે ઓફર મળી હતી. આ વાત વિષે ખુલાસો રીદ્ધીમા કપૂર સહાનીએ પોતે કર્યો છે.

image source

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપવામાં આવેલ રીદ્ધીમા કપૂર સહાનીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, જયારે હું આગળ અભ્યાસ કરવા માટે લંડનમાં હતી તો તે સમયે મને કેટલીક ફિલ્મોમાં અભિનય કરવાની ઓફર મળી રહી હતી.

પરંતુ તે સમયે મેં ક્યારેય અભિનય કરવા વિષે વિચાર્યું પણ હતું નહી. એટલું જ નહી, પોતાના પરિવારની સાથે પણ ક્યારેય આ બાબતે કોઈ ચર્ચા સુધ્ધાં કરી હતી નહી. લંડનથી અભ્યાસ કરીને પાછા આવ્યા બાદ મેં લગ્ન કરી લીધા. જયારે હું અભ્યાસ કરી રહી હતી તો મમ્મી જણાવતી હતી કે, મારા માટે કેટલીક ફિલ્મોની ઓફર આવી રહી છે. તે સમય દરમિયાન હું ફક્ત ૧૬- ૧૭ વર્ષની ઉમર ધરાવતી હતી.

image source

આપને જણાવી દઈએ કે, રીદ્ધીમા કપૂર સહાની ભલે જ બોલીવુડમાં એક ડગ પણ ના માંડ્યું હોય પરંતુ ટેલેન્ટની બાબતમાં રીદ્ધીમા કપૂર સહાની રનબીર કપૂર કરતા ઉતરતી છે નહી. રીદ્ધીમા કપૂર સહાનીએ પોતાની કલા એક ડિઝાઈનર તરીકે બનીને દર્શાવી રહી છે. જ્વેલરી ડિઝાઈનર તરીકે રીદ્ધીમા કપૂર સહાનીએ મોટા મોટા બ્રાન્ડની સાથે ટાઈઅપ કરીને આગળ વધી રહી છે.

image source

આમ તો રીદ્ધીમા કપૂર સહાની જો ડિઝાઈનર તરીકે પણ સફળ નહી થાત તો રીદ્ધીમા કપૂર સહાની એક યોગા ટીચર કે પછી શેફ બની ગયા હોત. રીદ્ધીમા કપૂર સહાનીએ ગત વર્ષે કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન પિતા ઋષિ કપૂરને કેન્સર થઈ જવાના લીધે ગુમાવી દીધા છે. ત્યાર બાદ રીદ્ધીમા કપૂર સહાની પોતાની મમ્મી નીતુ સિંહ કપૂરને સપોર્ટ કરવા માટે તેમજ પિતાના અંતિમ દર્શન કરવા માટે દિલ્લીથી મુંબઈ બાય રોડ ઘરે આવી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!