રિતેશ દેશમુખને જેનેલિયાના દબાવવા પડ્યા પગ, વિડીયો જોઇને તમે પણ પડી જશો અચંબામાં…

નોવેલ કોરોના વાયરસ સંક્રમણને દેશમાં ફેલાતો અટકાવવા માટે છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે

image source

ત્યારે દેશની સામાન્ય જનતાથી લઈને બોલીવુડના સેલેબ્સ પણ પોતાનું કામકાજ છોડીને પોતાના ઘરમાં ફરજીયાતપણે રહેવું પડી રહ્યું છે. ત્યારે બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી પોતાના ફેંસ સાથે જોડાયેલા રહે છે. ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલેબ્સ ઘરે રહીને નવા નવા કોમેડી કે પછી અન્ય કોઈ વિડીયો બનાવીને પોતાના ફેંસનું મનોરંજન કરી રહ્યા છે.

image source

બોલીવુડ સેલેબ્સ દ્વારા બનાવવામાં આવેલ આવા વિડીયોને ફેંસ દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ બોલીવુડ અભિનેતા એવા રીતેશ દેશમુખનો હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે ઉપરાંત રીતેશ દેશમુખનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થઈ રહેલ વિડીયોમાં રીતેશ દેશમુખ પોતાની પત્ની અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાના પગ દબાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

અભિનેતા રીતેશ દેશમુખનો વાયરલ થઈ રહેલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, રીતેશ દેશમુખ જેનેલિયા ડિસોઝાના પગ દબાવતા કહી રહ્યા છે કે, ‘સારા લગ્ન જીવનનું આ જ રહસ્ય છે.’ રીતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના આ વિડીયોને તેમના ફેંસ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આની સાથે જ ફેંસને રીતેશ અને જેનેલિયા બંનેની કેમેસ્ટ્રીની ખુબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

રીતેશ દેશમુખે થોડાક સમય પહેલા જ અન્ય એક ફની વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. જેમાં રીતેશ ફેંસને કહે છે કે, એક જોક સંભાળવું. ત્યાર પછી રીતેશ કહે છે કે, હું એક સેલેબ્રીટી છું. રીતેશના આટલું જ કહ્યું અને તેમના ફેંસ હસવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

આપને જણાવી દઈએ કે, કેટલાક દિવસ પહેલા જ રીતેશએ પ્રવાસી મજૂરો માટે પોતાનો ઉઠાવ્યો હતો. રિતેશએ ટ્વીટર એકાઉંટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં એક પ્રવાસી મજુર પોતાની માતાને ખોળામાં ઉઠાવીને પગપાળા જ પોતાના ઘર તરફ જઈ રહ્યા છે રીતેશએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક દેશ તરીકે આપણે મુસાફરોને ઘરે મોકલવાનો ખર્ચ ઉઠાવવો જોઈએ. રેલ્વે સેવા મફત કરવી જોઈએ. મજૂરો એમ જ કોરોના વાયરસની મહામારીના કારણે રોજગાર અને આશ્રય વગરના બોજા હેઠળ દબાઈ ગયા છે.’ સોશિયલ મીડિયા પર રીતેશની આ વાતને સમર્થન મળી રહ્યું છે.

Source: live hindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત