આજે તમે પણ જાણી લો કે, મરણ પછી બારમા દિવસે કરવામાં આવતો દાડો અને તેનું ભોજન શુભ કે અશુભ,

હિંદુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યાર પછી મૃત વ્યક્તિની આત્મા પૃથ્વી પર રહે છે.

image source

ઉપરાંત આપણા વડવાઓ દ્વારા પણ જણાવાયું છે કે, મૃત વ્યક્તિના મૃત્યુ થયાને બારમાં દિવસે મૃત વ્યક્તિના નિમિત્તે કેટલીક વિશેષ પ્રકારની વિધિ કરી દીધા પછી જ મૃત વ્યક્તિની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી જ મૃત વ્યક્તિની આત્મા પૃથ્વીલોકનો ત્યાગ કરીને મૃત્યુલોકમાં પ્રવેશ કરે લે છે. મુખ્યત્વે મૃત વ્યક્તિના મૃત્યુ થયાને બારમા દિવસે આ વિધિ કરવામાં આવે છે. ત્યાર પછી પરિવારના અન્ય સંબંધીઓને ભોજન કરાવવામાં આવે છે. આ વિધિને બારમુ કે પછી દાડાના નામથી જાણવામાં આવે છે.

image source

હિંદુ શાસ્ત્રમાં કેટલીક એવી માન્યતા છે જેના મુજબ કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જેઓ ક્યારેય પણ આવી રીતે બારમાનું કે પછી દાડાનું ભોજન જ્મ્તનથી. તેમજ કેટલાક વ્યક્તિઓ એવું પણ માને છે કે, દાડાનું ભોજન કરવું શુભ માનવામાં આવે છે અને ત્યારે કોઇપણ સવાલ ઉભો થઈ શકતો નથી. આ લેખ દ્વારા અમે આપને જણાવીશું કે, દાડા કે બારમાનું ભોજન કરવું શુભ છે કે પછી અશુભ ? આ સાથે જ આવી માન્યતા પાછળનું સત્ય શું છે તે પણ જણાવીશું.

હિંદુ શાસ્ત્રમાં વ્યક્તિના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી સોળ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિના જન્મથી લઈને વ્યક્તિના મૃત્યુ થઈ ગયા પછીના અંતિમ સંસ્કાર વિષે પણ જાણકારી આપવામાં આવી છે. હિંદુ ધાર્મિક શાસ્ત્ર મુજબ જયારે કોઈ વ્યક્તિનું દેહાંત થઈ જાય ત્યાર પછી તે વ્યક્તિના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર કરી દીધા પછી જ મૃત વ્યક્તિના આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.

image source

મૃત્યુ પામેલ વ્યક્તિના અંતિમ સંસ્કાર વિધિ કરી દેવામાં આવ્યા પછીના બારમા દિવસે આવા પ્રકારની કોઇપણ વિધિ કરવીએ અર્થહીન માનવામાં આવે છે. કારણ કે, હિંદુ શાસ્ત્રમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી કરવામાં આવતા જે સોળ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમાં બારમા કે પછી દાડા વિષેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. એવું કહેવામાં આવે છે કે, બારમા કે પછી દાડા એ કોઈ સંસ્કાર નથી પરંતુ મનુષ્ય દ્વારા ઉપજાવી દેવામાં આવેલ એક રીવાજ છે જેને લોકસમાજ દ્વારા વર્ષોથી અનુસરણ કરવામાં આવે છે. ખરેખરમાં તો હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં વ્યક્તિના મૃત્યુ પછી આવા કોઇપણ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

image source

અન્ય રીતે વાત કરીએ તો જયારે કોઈ વ્યક્તિનું દેહાંત થઈ જાય છે ત્યારે તે વ્યક્તિના પરિવારના સભ્યો તે વ્યક્તિનું મૃત્યુ થવાથી શોકમગ્ન હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, કોઈ વ્યક્તિનું જયારે મૃત્યુ થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ સંસારની મોહમાયા માંથી મુક્ત થઈ જતો હોય છે એટલા માટે મૃત વ્યક્તિ પાછળ વધારે દુઃખી થવું જોઈએ નહી. પણ આપણે તેનાથી ઊંધું કરીએ છીએ. એક તરફ પરિવારના સભ્યો પોતાના જ પરિવારની એક વ્યક્તિના મૃત્યુ થઈ જવાનો શોક મનાવતા હોય છે.

image source

ત્યારે જ બીજી તરફ પરિવાર પોતાના અન્ય સંબંધીઓને સારું સારું ભોજન કરાવી રહ્યા હોય છે. ખરેખરમાં તો આ બંને વસ્તુઓ એકબીજાની વિરુદ્ધ હોય છે. જેથી કરીને વ્યક્તિના મૃત્યુ પછીના બારમા દિવસે કરવામાં આવતી વિધિનો ઉલ્લેખ શાસ્ત્રોમાં નહી મળતો હોવાથી બારમા કે પછી દાડામાં લેવામાં આવતા ભોજનને યોગ્ય ગણવામાં આવતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત