પોરબંદરના વતની અને વર્ષોથી આફ્રિકામાં સ્થાયી ઉદ્યોગપતિ રિઝવાન આડતિયાનું અપહરણ, પરીવારમાં ચિંતા

પોરબંદરના વતની અને વર્ષોથી આફ્રિકામાં સ્થાયી એવા પ્રખ્યાત ઉદ્યોગપતિ રિઝવાન આડતિયાનું મોઝામ્બિકના માપુટો પાસેથી અપહરણ કરવામાં આવ્યું છે.

image source

તેમની કાર અહીં જંગલમાંથી મળી આવી હતી. રિઝવાન આડતિયા ઉદ્યોગપતિ હોવાની સાથે મોટિવેશનલ સ્પીકર, દાનવીર અને અનેક વૃદ્ધોના ચહેરા પર સ્મિત લાવનાર વ્યક્તિ તરીકે પણ ઓળખ ધરાવે છે. તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતાં રહે છે. તેમના જીવન પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

તેમના અપહરણ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર તે પોતાની રેન્જ રોવર કારમાં એકલા જઈ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ થયું છે. તેમને કારને અપહરણ કરનારાઓએ જંગલમાં છોડી દીધી હતી.

કોણ છે રિઝવાન આડતિયા ?

image source

52 વર્ષીય રિઝવાનનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ 16 વર્ષના હતા ત્યારે પોરબંદરની એક કંપનીમાં નોકરી કરતાં થઈ ગયા હતા. તેમણે નોકરીની શરુઆત 175 રુપિયાના માસિક પગાર સાથે કરી હતી. 80ના દાયકામાં તેઓ વતનથી પહરેલા કપડે ગયા હોય તેવી સ્થિતિમાં કોંગોમાં વસેલા રિઝવાનએ પોતાની આવડત અને પરિશ્રમથી આફ્રિકાની ધરતી પર ડિપાર્ટમેન્ટલ સ્ટોરની ચેઈન કરી દીધી છે. અહીં તેમનું ટર્નઓવર 2 હજાર કરોડથી વધારે છે.

તેમના જીવનમાં સફળતાનો વળાંક લાવનાર કિસ્સો

image source

તેમના જીવન અને પ્રગતિ સાથે એક ઘટના પણ જોડાયેલી છે. તેઓ જ્યારે પોબંદરમાં નોકરી કરતાં ત્યારે એક દિવસ તે તેમનો પગાર લઈ અને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં એક વૃદ્ધે તેમની પાસે મદદ માંગે. રિઝવાન તેમને દવા લેવાની હોવાથી દવાની દુકાન સુધી લઈ ગયા. પરંતુ તે વૃદ્ધ પાસે દવાના પુરતાં પૈસા ન હતા. તેવામાં રિઝવાને પોતાના પગારની અડધાથી વધુ રકમ વૃદ્ધની મદદ માટે આપી દીધી. આ વૃદ્ધે તેને દિલથી સફળ થવાના આશીર્વાદ આપ્યા અને ત્યારબાદથી રિઝવાન સતત સફળતાના શિખરો ચઢતા રહ્યા.

રિઝવાનની સેવાકિય પ્રવૃતિઓ

image source

રિઝવાને રુપિયા કમાવાની સાથે આશીર્વાદની પણ કમાણી કરી છે. તેમણે આડતિયા ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત કરી છે જેના દ્વારા તે અનેક સેવાકીય કાર્યો કરે છે. તેઓ સમયાંતરે ગુજરાતના અનેક સીનિયર સિટિઝનને ફ્રીમાં વિદેશની ટૂર કરાવે છે. આ ઉપરાંત તેમનું ફાઉન્ડેશન અનેક સંસ્થાને લાખોનું દાન પણ કરે છે જેથી જરૂરીયાતમંદ લોકોની મદદ કરી શકાય.

આજે જ્યારે તેમના અપહરણની વાત બહાર આવી છે ત્યારે તેમના પરીવારજનો ઉપરાંત તેમના માટે અનેક લોકો સતત દુઆ કરી રહ્યા છે કે તેઓ હેમખેમ પરત ફરે. તેમને આફ્રિકાના અંબાણી તેવા હુલામણા નામથી પણ બોલાવવામાં આવે છે.