વૃદ્ધ મહિલા કરતી હતી રોડ ક્રોસ, અને ઉપરથી ફરી વળી ટ્રક, VIDEO જોઇને તમારા પણ વધી જશે ધબકારા

સોશ્યલ મીડિયા પર રોજ નવા વીડિયો આવતા રહે છે. તેમાંથી કેટલાક એવા હોય છે જેને જોઈને તમને ચોક્કસથી નવાઈ લાગે. કેટલાક વીડિયો જોઈને લોકો વિચારમાં પડી જાય છે કે આવું તો કઈ રીતે થાય. તે એક ચમત્કાર જ ગણવામાં આવે છે. આવો એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે સડક પર એક મહિલા રોડ ક્રોસ કરી રહી છે ત્યારે તેની પરથી એક ભારે ટ્રક પસાર થઈ ગયો. પણ તેને એક તણખલા જેટલું પણ નુકસાન ન થયું. આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

image source

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો તમિલનાડુનો માનવામાં આવી રહ્યો છે. તેને ચીની મીડિયા પોર્ટલ સીજીટીએનને ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો 2 સપ્ટેમ્બરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા કોઈ કામે ઘરની બહાર નીકળી છે. આ સમયે તે ગુલાબી સાડીમાં છે અને સડક પાર કરી રહી છે. ત્યારે ત્યાં એક ટ્રક વળાંક લઈને આવી રહ્યો છે.

image source

લાગી રહ્યું છે કે ટ્રક ચાલકની નજર મહિલા પર નથી અને તે વાહનની નીચે આવી ગઈ. વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે મહિલાની ઉપરથી ટ્રક પસાર થઈને આગળ જઈને ઊભું રહ્યું છે. આ સમયે મહિલા સડક પર જ હતી.

image source

આશ્ચર્યની વાત તો એ રહી કે મહિલા ટ્રકના ટાયરની નીચે ન આવી અને તેની વચ્ચેની જગ્યા પર હતી. ટ્રક વચ્ચેથી ઉપર હતો. એવામાં નીચેની જગ્યાના કારણે ટ્રક ઉપરથી પસાર થઈ ગયો અને મહિલા હેમખેમ રહી.

સ્થાનિક પોલીસે ટ્રક ટાલકની વિરુદ્ધમાં કેસ કર્યો છે અને તેને ડ્રાઈવિંગની ભૂલના આરોપમાં ગિરફ્તાર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 9600 વાર જોવાઈ ચૂક્યો છે. ઈન્ટરનેટ યૂઝર્સ તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત