ટ્રકે કારને મારી જોરદાર ટક્કર: ભયંકર અકસ્માતમાં મા,દીકરી, પુત્રવધુ મોતને ભેટ્યાં, અને બે માસૂમ બાળકોનો આ રીતે થયો કુદરતી બચાવ, પૂરી ઘટના વાંચીને છૂટી જશે કંપારી

ગંભીર અકસ્માત:કારચાલકે અચાનક મારી બ્રેક, પાછળથી ટ્રકે કારને ટક્કર મારી!

માર્ગ અકસ્માત (Accident)ની સંખ્યા સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત (Road Accident) પાછળ જવાબદાર છે. માર્ગ અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે છે, પરંતુ અકસ્માત થયા પછી શું તેનું જ્ઞાન ઘણી વખત લોકોને હોતું નથી. જિલ્લામાં ગુલાબપુરાની પાસે અજમેર-ભીલવાડા હાઈવે સ્થિત ખારી નદીની પુલિયા પર મોડી રાત્રે ટ્રક કન્ટેનરે કારને ટક્કર મારી છે. કારમાં સવાર મા-દીકરી અને પુત્રવધૂનાં મોત નીપજ્યાં છેસ જ્યારે 3 લોકો ઘાયલ થઈ ગયા છે. કારમાં સવાર તમામ લોકો કરેડાના રહેવાસી છે, જે હાલ ભીલવાડામાં રહેતા હતા.

image source

ઘટના રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 79 પર ખારી નદી પુલિયા નજીકની છે, જ્યાં અજમેર તરફથી ભીલવાડા જઈ રહેલી અલ્ટો કારચાલકે સ્પીડબ્રેકર આવવાને કારણે અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળથી ધસમસતા આવી રહેલા કન્ટેનર ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી, જેનાથી કારમાં સવાર 8 લોકોમાંથી 2 મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે કારમાં સવાર 4 લોકો ઘાયલ થઈ ગયા છે. સૂચના મળ્યા બાદ ગુલાબપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને વિજયનગર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે એક પુરુષ અને બે મહિલાને ગંભીર હાલતમાં ભીલવાડા રિફર કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં સાસુ પ્રભાદેવી, દીકરી કિરણ જોશી અને પુત્રવધૂ સત્યવતી દેવીનાં મોત નીપજ્યાં છે.

કારમાં સવાર બે બાળકો સકુશળ

કારમાં સવાર 1 વર્ષ અને 3 વર્ષનાં બાળકોને એક ઉઝરડો પણ નથી આવ્યો અને બંને બાળકો સકુશળ છે. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર તમામ મૂળરૂપે કરેડાના રહેવાસી છે, જેઓ ભીલવાડામાં જ નિવાસ કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

image source

પરિવારના સભ્યોને સૂચના આપવામાં આવી

મૃત મહિલાઓમાંથી એકનો મૃતદેહ વિજયનગર અને 2ના મૃતદેહ ગુલાબપુરા હોસ્પિટલની મોર્ચરીમાં છે, જેમના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે થોડા સમયે માટે માર્ગ બ્લોક થઈ ગયો હતો.

અકસ્માત બાદ ઇજાગ્રસ્તને દવાખાને લઈ જવાની જવાબદારી કોની?

ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે તે માટેના તમામ પગલાં લેવાની જવાબદારી માર્ગ અકસ્માતમાં જવાબદાર વાહન ચાલક-માલિકની હોય છે.

ગોલ્ડન અવર એટલે શું?

image source

“ગોલ્ડન અવર”નો અર્થ અકસ્માતમાં ગંભીર ઇજા થયા બાદના પ્રથમ કલાક સુધીનો સમયગાળો. આ સમય દરમિયાન દર્દીને તાત્કાલિક તબીબી સંભાળ આપીને દર્દીને મોતના મુખમાં ધકેલાતો બચાવી શકાય છે.

ગોલ્ડન અવરમાં કેશલેસ સારવાર શું છે?

મોટર વ્હીકલ એકટ, 2019ની કલમ 162 (1) હેઠળ ગોલ્ડન અવરમાં અકસ્માતના ઇજાગ્રસ્તને કેશલેસ સારવાર મળે છે.

અકસ્માત સમયે તમારી પાસે વીમો ના હોય તો શું થાય?

  • આવા કિસ્સામાં કાયદા મુજબ કાર ચાલક-માલિકને ક્લેઇમ સાથે વળતર ચૂકવવાનું રહે છે.
  • અકસ્માત સમયે વાહન ચાલકનો મિત્ર કે ડ્રાયવર ચલાવતો હોય તો કોની જવાબદારી?

જે વ્યકતિ વાહન ચલાવતો હોય તે આઈપીસીની કલમ 279,337,338 અને 304એ હેઠળ સજાપાત્ર બને છે. જ્યારે મોટર વ્હીકલ એકટ,1988 હેઠળ કાર ચાલક જવાબદાર ઠરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!