શું કોરોના કાળમાં હોટલમાં જમવાનુ પીરસવા રોબોટ આવશે ખરા?

દુનિયામાં કોરોના વાયરસના લીધે બધા જ વ્યવસાયો પર ખુબ ખરાબ અસર પડી છે જેમાં હોટલ બીઝનેસ પણ સામેલ છે. શોધકર્તાઓનું માનવું છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે હોટલમાં રોબોટ આધારિત સેવા શરુ કરવાથી લોકોને સુરક્ષિત રાખવા માટે કેટલાક દિશા- નિર્દેશોનું પાલન કરીને અને વ્યવસાયને ઝડપથી પાટા પર લાવવામાં મદદ મળી શકે છે.

image source

બ્રિટનમાં સરે વિશ્વ વિદ્યાલયના શોધકર્તાઓના પ્રમુખએ આવનાર પડકારોને ઓળખ કરવા માટે ૧૯ હોટલ માનવ સંશાધન (એચઆર) એક્સપર્ટ સાથે વાત કરી. તેઓનું કહેવું છે કે, રોબોટ સેવાને હોટલની ગતિવિધિઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા માટે એક વિકલ્પના રૂપમાં ઉપયોગ કરવામાં લઈ શકાય છે, પરંતુ તેના માટે વધુ રોકાણ, કૌશલ્ય, હોટલની સંગઠનાત્મક સંરચના અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન જેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કન્ટેમ્પરરી હોસ્પિટાલીટી મેનેજમેન્ટમાં પ્રકાશિત શોધ પત્ર મુજબ, રોબોટિક ટેકનીકના પ્રત્યક્ષ ઉપયોગોના લીધે આપણે માનવ અને રોબોટની વચ્ચે સંતુલન બનાવી રાખવાનું રહેશે.

હોટલ ઉદ્યોગમાં રોબોટ સર્વિસનો પ્રયોગ વધી રહ્યો છે.:

image source

બ્રિટન વિશ્વ વિદ્યાલયના શોધકર્તાઓએ ઉલ્લેખ કર્યો છે કે, માર્ચ, ૨૦૨૦માં કોરોના વાયરસ સંક્રમણના લીધે આખી દુનિયાની આર્થિક સ્થિતી ખુબ જ ખરાબ થતી જઈ રહી છે. જેના કારણે હોટલ ઉદ્યોગ ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. કેટલાક ઉદ્યોગોને ફરીથી ઉભા કરવા માટે તેમની કાર્ય પ્રણાલીમાં પરિવર્તન કરવાનું રહેશે. શોધ પત્રના મુખ્ય લેખક ટ્રેસી જુ કહે છે કે, હોટલ ઉદ્યોગમાં રોબોટ સર્વિસનો પ્રયોગ વધી રહ્યો છે. જો કે, આ રીતની પ્રક્રિયાને ઝડપથી કરવામાં આવી શકે છે. તેમનું કહેવું છે કે, શક્યતા છે કે, પાબંધીઓ હટાવવામાં આવશે ત્યાર પછી હોટલ મેનેજમેન્ટને નવેસરથી બધું શરુ કરવાની યોજના બનાવવાની રહેશે, આવામાં રોબોટ સર્વિસ અપનાવવી સકારાત્મક પગલું ગણી શકાય છે.

હોટલ- રેસ્ટોરંટમાં સર્વિસ આપી રહ્યા છે રોબોટ.:

image source

લીસર હોટલ્સ ગ્રુપના નિર્દેશક વિભાસ પ્રસાદનું કહેવું છે કે, હોટલ અને રેસ્ટોરંટમાં રોબોટ સર્વિસની શરુઆત કોરોના વાયરસ સંક્રમણની મહામારી આવ્યા પહેલાથી જ હોટલ ઉદ્યોગમાં અને હોસ્પિટાલીટી કરવાના ઉપયોગ આવી ગઈ છે. બોસ્ટનમાં ‘સ્પાઈસ રેસ્ટોરંટ’ આવી જ રીતે મશીનીકરણનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ સૈન ફ્રાન્સિસ્કોમાં ‘નિર્માતા’ રોબોટનો ઉપયોગ શરુઆત થી લઈને અંત સુધી બર્ગર બનાવવા માટે કરી રહ્યા છે.

image source

તેમ છતાં અત્યાર સુધી મહેમાનોના સીધા આગતા સ્વાગતા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી. જે હવે કોરોના વાયરસ સંક્રમણની મહામારી પછી રોબોટ સર્વિસનો ઉપયોગ થવો જરૂરી બની શકે છે.

Source : LiveHindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત