સુરત સિવિલમાં કોરોના દર્દીઓને ખાદ્યસામગ્રી રોબોટિક ટ્રોલીથી પહોંચાડાશે, જાણો કેવી રીતે કરશે કામ

રોબોટિક ટ્રોલી

image source

કોરોના વાયરસ સામેની લડાઈમાં ચીન દેશ પોતાની હોસ્પિટલમાં રોબોટની મદદ લેવાય રહી છે. ત્યારે આવા સમયે હવે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને દવા, પાણી, ભોજન અને સહિતની અન્ય વસ્તુઓ રીમોટથી ઓપરેટ કરવામાં આવતી રોબોટિક ટ્રોલીમાં મુકીમાં પહોચાડવાનું શરુ કરવા લાગે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ રોબોટિક ટ્રોલી એક સમાજ સેવા કરતી સંસ્થા તરફથી આપવામાં આવી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રોબોટિક ટ્રોલીનો પ્રયોગ કરીને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને દવા, પાણી, ભોજન સહિતની અન્ય વસ્તુઓ પહોચાડવા માટે સિવિલ હોસ્પિટલના અન્ય હેલ્થ વર્કર માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આ ટ્રોલી રીમોટ દ્વારા ઓપરેટ કરવાની હોવાથી ટ્રોલીને હાથ લગાવવાની જરૂરિયાત રહેતી નથી. ઉપરાંત આ રોબોટિક ટ્રોલી એકસાથે ૨૦ કિલો જેટલું વજન ઊંચકવા માટે સક્ષમ છે. આ રોબોટિક ટ્રોલીની મદદથી દર્દીઓના સંપર્કમાં આવ્યા વગર તેમના સુધી દવા, ભોજન, પાણી અને અન્ય વસ્તુઓ આપવામાં આવી શકે છે.

image source

સુરતની નવી સિવિલ હોસ્પીટલમાં આપવામાં આવેલ આ રોબોટિક ટ્રોલી રિમોટથી ૫૦ મીટર જેટલા અંતર સુધી ફેરવી શકાય છે. કોરોના વાયરસ વિરુદ્ધની આ લડતમાં દેશમાં કેટલાક ભાગોની હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા કરવા માટે રોબોટિક ટ્રોલીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેમજ ગુજરાતમાં સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં પહેલી વાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

image source

સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવી જણાવે છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ સુધી દવા, પાણી, ભોજન અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોચાડવા માટે રોબોટિક ટ્રોલી દાનમાં આપવામાં આવી છે. હાલમાં પ્રાયોગિક ધોરણે સુરતની નવી સિવિલ હોસ્પીટલમાં એક જ ટ્રોલી આપવામાં આવી છે. જો હોસ્પિટલના અન્ય કર્મચારીઓ આ રોબોટિક ટ્રોલીને ઓપરેટ કરતા થઈ જશે ત્યારે નવી સિવિલ હોસ્પીટલના દરેક વોર્ડમાં આ રોબોટિક ટ્રોલી આપવામાં આવશે. આ રોબોટિક ટ્રોલીની મદદથી સ્વાસ્થ્ય કર્મચારીઓમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં મદદ મળી શકે છે.

image source

સુરતની નવી હોસ્પિટલમાં રોબોટિક ટ્રોલી સ્વાસ્થ્ય કર્મચારીઓના કામમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સુરતની એક કંપની દ્વારા આ રોબોટિક ટ્રોલી બનાવવામાં આવી છે. હાલમાં પ્રાયોગિક ધોરણે એક ટ્રોલી આપવામાં આવી છે. જો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ પ્રયોગમાં સફળતા મળે છે તો તેઓ સિવિલ હોસ્પિટલને અન્ય વધારે રોબોટિક ટ્રોલી દાનમાં આપશે.