ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રીનું નિધન થતા PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ, પરિવાર શોકમાં

આણંદના ઉદ્યોગપતિ અને પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું નિધન!

આણંદના ઉદ્યોગપતિ અને પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઈ પટેલનું (ઉ.વ.74) મંગળવારે કરમસદ હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતાં અવસાન થયું હતું. જેને પગલે ભાજપ કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ગુજરાતના પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું 74 વર્ષે કરમસદ ખાતે હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રોહિતભાઇ પટેલ મિલસન્ટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પણ હતા. રાજ્યના પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

image source

રોહિતભાઇ 2014માં આણંદથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકારમાં ખાણ-ખનીજ વિભાગના મંત્રી બનાવામાં આવ્યાં હતા. રોહિતભાઇ ત્રણ વર્ષ સુધી મંત્રીપદ રહ્યા રહ્યાં હતા. પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલના અવસાનથી દુઃખ થયું. સામાજિક તથા ઔદ્યોગિક ક્ષેત્રે એમનું યોગદાન સરાહનીય રહ્યું છે. સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…

રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગના મંત્રી હતા

image source

2014માં દિલીપભાઈ સાંસદ બનતા આણંદની બેઠક ખાલી પડી હતી. જેમાં ભાજપે રોહિતભાઈ જશુભાઈ પટેલને ટીકીટ આપી હતી. જેમાં તેઓ વિજેતા બનતાં તેમને રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગના મંત્રી બનાવાયા હતા. તેઓ ત્રણ વર્ષ મંત્રીપદે રહ્યાં હતા. 2018 પછીથી મા કાર્ડ માટે તેઓ સતત પોતાની કાર લઈને જીલ્લા ભરમાં ટીમને મોકલતા રહ્યાં હતા અને લોકોને મા કાર્ડ મળે તેવી કામગીરી કરતાં રહ્યાં હતા.

image source

તેઓની વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં જાણીતી મિલસેંટ ઘરઘંટી કંપની આવેલી છે. તેઓ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડ.એસો.માં સેવા આપી ચૂક્યા છે. તાજેતરમાં તેઓની તબીયત બગડતાં તેઓને આણંદની જનરલ હોસ્પિટલ બાદ ગત 7મીના રોજ તેમને કરમસદ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સોમવારથી તેમની તબિયત વધુ બગડી હતી અને હાર્ટ એટેક આવતાં મંગળવારના રોજ સાંજના તેમનું અવસાન થયું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર પ્રમાણે, મિલસેન્ટ ગ્રુપનાં સીઈઓ, એચ. એસ બરાડે જણાવ્યું છે કે, રોહિતભાઇ પટેલને ઓક્ટોબર મહિનામાં કોવિડ 19નું (Coronavirus) સંક્રમણ થયુ હતું જેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આ બીમારીમાંથી તો સાજા થઇ ગયા હતા અને તેમને ગયા અઠવાડિયે જ ઘરે લાવવામાં આવ્યા હતા. તેમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતા તેમના પરિવારે વિચાર્યુ હતું કે, તેઓ હૉસ્પિટલમાં જ રહે. નોંધનીય છે કે, રોહિતભાઇ પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. તેમણે લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને રહેવા, જમવાની વ્યવસ્થા કરી અને વતન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત