રોજ 750 ટન કચરો બાળીને ઉત્પન્ન કરવામાં આવશે 14.5 મેગાવોટ વીજળી, રાજ્યનાં આ શહેરમાં શરૂ થશે પ્રોજેક્ટ

સુરત મહાનગર પાલિકાએ એક એવો એમઓયુ કર્યો છે કે લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. શહેરમાં મહાનગર પાલિકા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે. જીહા મિત્રો, અહીં સૂકા કચરો બાળીને કાર્બન ડાયોક્સાઇડમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.

750 ટન કચરો બાળવામાં આવશે

image source

આ માટે મહાપાલિકાએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે. આ કરાર હેઠળ દરરોજ અંદાજે 750 ટન કચરો બાળવામાં આવશે, જે 14.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે. એમએનપી અને એનટીપીસીની પરસ્પર તૈયારીને કારણે આવું જલ્દી થવા જઈ રહ્યું છે. એનટીપીસી ક્વાસ પ્લાન્ટના જનરલ મેનેજર દેવબ્રત પૌલે ખુદ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે.

વીજળી ઉત્પન્ન કરવામાં આવશે

image source

દેવબ્રત પૌલે કહ્યું કે એનટીપીસી હવે થર્મલ આધારિત વીજ ઉત્પાદનની પ્રક્રિયા ઘટાડીને અક્ષય ઉર્જા ઉત્પાદન તરફ આગળ વધી રહી છે. તેમણે માહિતી આપી હતી કે 750 ટન સુકા કચરો સુરત મહાનગર પાલિકા પાસેથી લઈને વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.

56 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.

image source

જેને બાળતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે અને ત્યારબાદ દરરોજ લગભગ 14.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. પોલે કહ્યું કે, સુરતમાં આ રીતે તૈયાર થનાર વીજળીની આપૂર્તિ કરવા માટે એક વિતરણ ચેનલ સ્થાપિત કરવાની યોજના છે. તો બીજી તરફ 1 મેગાવોટનો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનો વિસ્તાર કરીને 56 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.

40 કરોડના સોલાર પ્લાન્ટની સ્થાપના

image source

અધિકારીના જણાવ્યા મુજબ સુકા કચરાને સળગાવીને કાર્બન ડાયોક્સાઇડથી પેદા થનાર વીજળી આમ તો મોંઘી હશે પરંતુ કચરાના નિકાલનો આનાથી બીજો કોઈ સારો રસ્તો નથી. સુરત શહેરમાં દરરોજ સેંકડો ટન કચરો એકત્રિત કરવામાં આવે છે અને શહેરની બહાર નાખવામાં આવે છે. લોકો માટે આ કચરોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 240 કરોડના સોલાર પ્લાન્ટની સ્થાપના થવાની છે. જે આવતા વર્ષે 56 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.

સુરતમાં હવે કચરાનો ઢગલો જોવા નહીં મળે

image source

આ પ્રોજેક્ટ અંગેના ખર્ચાની વાત કરીએ તો કચરામાંથી વીજળી બનાવતા આ પ્રોજેક્ટની કિંમત રૂ.200 કરોડ છે. હાલમાં આ પ્રોજેક્ટનું કામ ટેન્ડરીંગ અંતર્ગત થાય છે. વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યના શહેરોમાંથી પ્રતિદિન 2000 ટન કચરો નીકળે છે. જેને શહેરની બહાર ઠાલવવામાં આવે છે. આ ઉપરાંત કચરાને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે. જો આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો લોકોના સ્વાસ્થ્ય માટે પણ સારી પહેલા ગણાશે.

image source

તો બીજી તરફ આ યોજના અંગે સોલિડ વેસ્ટના મેનેજર ઈ.એચ.પઠાણે વાત કરતા જણાવ્યું કે, પાલિકા સૂકા કચરામાંથી નીકળતો વર્ગીકૃત કચરો NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન )ને આપશે. જેનો ઉપયોગ NTPC બળતણ તરીકે કરીને વીજળી બનાવવાનો પ્લાન્ટ નાખશે. આ પ્લાન્ટ સુધી કચરો લાવાનો ખર્ચ NTPC જ કરશે. આ પ્રોજેક્ટથી ફાયદો એ થશે કે શહેરમાં જ્યાં ત્યા ખડકાતા કચરાના પહાડો હવે જોવા નહી મળે અને લોકોને જે પ્રદુષણ અને મચ્છરજન્ય રોગનો ભય રહેતો હતો તે પણ હવે નહીં રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત