રોજ વહેલી સવારે પીવો મોસંબીના જ્યૂસ, વજન રહેશે કંટ્રોલમાં અને સાથે આ બીમારીઓ થઇ જશે છૂ

મિત્રો, મૌસંબીનો ખાટો-મીઠો રસ એ આપણા માટે અમૃત કરતા કમ નથી. આ ફળમાં પુષ્કળ માત્રામા વિટામિન-સી અને પોટેશિયમ સમાવિષ્ટ હોય છે. ખાટા અને મધુર સ્વાદને લીધે આ ફળનો રસ એ આપણા દેશનો સૌથી પ્રખ્યાત રસ છે. આ રસ એ દરેક શેરી અને ખૂણા પર ખુબ જ સરળતાથી મળી રહે છે.

image source

આ સિવાય આ ફળમાં પુષ્કળ માત્રામા ફાઈબર પણ જોવા મળી રહે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમા અનેક્વિધ એવા પોષકતત્વો પણ સમાવિષ્ટ છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તો ચાલો આજે જાણીએ કે, આપણા સ્વાસ્થ્ય માટે આ મૌસંબીનો રસ કેટલો ફાયદાકારક છે.

image source

સ્કર્વી એ એક એવી બીમારી છે કે, જેમા પેઢામાંથી લોહી બહાર નીકળવાની ફરિયાદો રહેતી હોય છે. આ બીમારી મુખ્યત્વે વિટામિન-સી ની ઉણપથી થતી હોય છે. એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, આ ફળના રસમા વિટામિન-સી પુષ્કળ માત્રામાં મળી રહે છે માટે જો આ બીમારીથી પીડાતા લોકો આ ફળના રસનુ નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે સેવન કરે તો તે તેના માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

આ ફળનો રસ એ પાચનની પ્રવૃત્તિ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેની મીઠી સુગંધ અને એસિડની માત્રાને કારણે આ ફળનો રસ તમારા પાચનમા ખુબ જ મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત આ ફળનો રસ પેટ સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ સામે પણ તમને રાહત આપે છે.

image source

આ સિવાય જો તમે આ ફળના રસનુ નિયમિત વહેલી સવારે સેવન કરો તો તે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે અને તમારા શરીરને રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે. આ ઉપરાંત આ ફળમા કેલરીનુ પ્રમાણ પણ ખૂબ જ ઓછુ હોય છે.

image source

આ કારણોસર તે આપણા વજનને નિયંત્રણમાં લાવવા માટે પણ ખુબ જ સહાયરૂપ સાબિત થશે. જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને આ ફળના રસનુ સેવન કરો છો તો તમારા શરીરમા રહેલી વધારાની ચરબી દૂર થાય છે અને તમારુ શરીર સુડોળ બને છે.

image source

આ સિવાય સગર્ભા સ્ત્રીઓ માટે પણ આ ફળનો રસ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમારા ઘરની કોઈપણ સ્ત્રી ગર્ભાવસ્થાના સમયમાંથી પસાર થી રહી હોય તો તેમને આ ફળના રસનું સેવન અવશ્યપણે કરાવો. આ સિવાય આ ફળનો રસ પીવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમા રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત