રોજ સવારે ખાલી પેટે ખાઈ લો આ 1 ચીજ, એનર્જી અને ફાયદા સાંભળીને થઈ જશે આંખો પહોળી

અનેક વાર આપણે નબળાઈ અને થાક અનુભવીએ છીએ ત્યારે આપણને સવાલ થાય છે કે આપણે એવી તો કઈ ચીજ ખાઈએ જેનાથી આપણને ફાયદો થાય અને સાથે આપણું શરીર પણ સારું રહે. અનેક વાર લોકો એવું પણ પૂછે છે કે સવારના સમયે એવું તો શું ખાઈ લઈએ કે જેથી આખો દિવસ એનર્જી બની રહે. તો આ માટે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે સવારે ખાલી પેટે જો 4 પલાળેલી બદામ ખાઈ લેવામાં આવે છે તો તમે તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.

બદામ ખાવાથી મળે છે આ ફાયદા

image source

બદામમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનરલ, એન્ટી ઓક્સીડન્ટસ અન હેલ્ધી ફેટ્સ હોય છે. જેની શરીરને સવારના સમયે ભરપાઈ કરી આપવામાં આવે તો તમે આખો દિવસ એનર્જી અનુભવી શકો છો.

4 પલાળેલી બદામ સવારે ખાવાથી થાય છે ફાયદા

આયુર્વેદ એક્સપર્ટ કહે છે કે તમે રાતે એક વાટકી પાણીમાં 4 બદામ પલાળી લો. સવારે પેટ સાફ થયા બાદ તમે આ બદામના છોતરા કાઢી લો અને તેને ખાઈ લો.

મગજ ચાલશે ફાસ્ટ

image source

એક્સપર્ટ કહે છે કે બદામમાં વિટામીન ઈ વધારે પ્રમાણમાં હોય છે જે તમારી માનસિક ક્ષમતાને વધારે છે. તેનાથી તમારી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધે છે. આ સાથે અનેક શોધમાં વિટામીન ઈનું સેવન અલ્ઝાઈમર જેવી મગજની સમસ્યાને ઘટાડવામાં ફાયદો કરે છે.

સ્કીનનો ગ્લો વધશે

તમે ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો તો તમે ખાલી પેટે 4 પલાળેલી બદામ ખાઈ લો. તમને ફાયદો થશે. તેમાં વિટામીન ઈની સાથે એન્ટી ઓક્સીડન્ટ પણ હોય છે જે તમારી કોશિકાને ડેમેજ થવાથી બચાવે છે. આ સાથે કરચલીઓ અને બેજાન સ્કીનથી પણ રાહત મળે છે.

વજન ઘટાડવામાં કરે છે મદદ

image source

એક્સપર્ટના અનુસાર બદામમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. અસ્વસ્થ ચીજો ખાવાની આશંકાને ઘટાડે છે અને સાથે અનેક અધ્યયનથી માહિતિ મળે છે કે બદામ ખાવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે. શરીરમાંથી ઝડપથી ફેટ બર્ન થાય છે.

ડાયાબિટિસથી રાહત

image source

ડાયાબિટીસના દર્દીમાં ખાસ કરીને મેગ્નેશિયમની ખામી જોવા મળે છે. મેગ્નેશિયમની ખામીના કારણે ઇન્સ્યુલિન રેઝિઝસ્ટન્સ વધે છે. જેનાથી બ્લડ શુગરનું સ્તર વધવા લાગે છે. શરીરમાં તેનું પૂરતું પ્રમાણ બ્લડ શુગર પ્રોફાઈલ અને મેટાબોલિક સિન્ડ્રોમને સારું બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!