Site icon News Gujarat

તમે પણ કરશો આ રીતથી ચકાસણી તો કરી શકશો અસલી અને નકલી મસાલાની પરખ…

તમે તમારા સ્વાસ્થ્યનું ભલે ગમે એટલું ધ્યાન રાખો છો તેમાં છતાં પણ જો તમે તમારા રોજિંદા જીવનમાં કેટલીક એવી વસ્તુઓ ખાઓ છો જેનાથી આપણને નુકશાન થઈ શકે છે તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા છતાં પણ કઈ ફેર પડતો નથી. તેનાથી આપણે તેમાં છતાં પણ બીમાર પડી જઈએ છીએ. કારણકે ભેળસેવ વાળી વસ્તુ ખાવાથી આપના શરીરમાં ઝેર ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે બજારમાં ખાવાનો સામાન ખરીદતા હોઈએ છીએ.

તેનાથી આપણને ઘણું નુકશાન થઈ શકે છે. તેને જોઈએને તમને એવું નથી લાગતું નથી કે તેમાં કોઈ પણ જાતની ભેળસેળ છે આ સામાન તમારી પાસે હોય અને તમે આનો ઉપયોગ કરતાં હોવ તો એવું નથી લાગતું કે આ વસ્તુમાં કોઈ નુકશાન કારક પદાર્થ જમા થયેલો છે. તેથી આપણે આવા નકલી સમાન ન લેવા જોઈએ. તેનાથી બચવા માટે આપણને ઘણી ટેક્નિક આપવામાં આવી છે. તેનાથી આપના ઘરમાં જે સામાન છે તે શુદ્ધ છે કે નહીં તેના વિષે જાની શકાય છે.

મધ :

image source

મધ શુદ્ધ છે નહીં તેને જાણવા માટે આપણે તેના એક કે બે ટીપાં લેવા તેને તમારે અંગૂઠા અને આંગળીની વચ્ચે રાખવા તેનાથી તમારે તાર બનાવવાનો પ્રયાસ કરવો તેનો તાર મોટો થાય છે અને અંગૂઠા પર ચોટયું રહે છે તો તે મધ શુદ્ધ હોય છે અને જો તે નથી ચોટતું તો તે મધ અશુદ્ધ હોય છે આવી રીતે તમે મધને ચકાસી શકો છો. નકલી મધ પાતળું આવે છે. તે આ પ્રયોગ કરતી વખતે તમારી આંગળીમાં ફેલાય જશે.

લાલા મરચાં પાઉડર :

આને તમારે ચકાસવું હોય ત્યારે તમારે એક ચમચી લાલ મરચાંને પાણીથી ભરેલી એક વાટકીમાં નાખવું. તે પાઉડર પાણીમાં ઉપર તરે તો તે શુદ્ધ છે અને જો તે નીચે બેસી જાય ત્યારે તે ભેળસેળ વાળું હોય છે. આવી રીતે તમે આને ચકશી શકો છો.

દૂધ :

image source

અત્યારના સમયમાં દૂધમાં સૌથી વધારે ભેળસેળ કરવામાં આવે છે તેને ચકાસવા માટે આપણે તમારે પથ્થરમાં દૂધના એક કે બે ટીપાં નાખવા અને જો તે વહી જાય તો અને તે જગ્યાએ સફેદ નિશાન પડી જાય ત્યારે તે દૂધ અસલી છે અને તે જગ્યાએ સિન્થેટીક છે અને યુરિયા ભેળવેલું છે તો તે ગાઢ પીળા રંગનું થઈ હાય છે. તેને તમે સુંઘો ત્યારે તમને ડિટેરજંટ વાળી સુગંધ આવે ત્યારે તો તેમાં કઈક ભેળવેલું હોય છે.

ચોખા :

અસલી ચોખા અને પ્લાસ્ટિકના ચોખા એક સરખા જ દેખાય છે તેમાં જે પ્લાસ્ટિકના ચોખા છે તે વધારે ચમકે છે. તેનો આકાર એક જેવો હોય છે અને અસલી ચોખાનો આકાર એક જેવો હોતો નથી. નકલી ચોખાને જ્યારે રાંધો ત્યારે તે ઝડપથી ચડતા નથી. અને જે અસલી ચોખા હોય છે તે જલ્દી અને જડપથી ચડી જાય છે. તેની સુંગંધ પણ સારી આવે છે.

લીલા શાકભાજી :

image source

બજારમાં તાજા અને લીલા શાકભાજી મળે છે જેમ કે વટાણા, ટામેટાં, પાલક, મેથી, સોયા, શિમલા મરચાં, ભીંડા આપણે ખરીદી છીએ ત્યારે તેને ઓળખવા માટે આપણે તેને થોડી વાર માટે પાણીમાં ડુબાડીને રાખવા. તેનો કલર છોડે તો તે નકલી છે અને તેનો કલર ના છોડે તો તે અસલી છે.

ધાણા પાઉડર :

તમારે આ શુદ્ધ છે કે નહીં તે જાણવા માટે એક ગ્લાસમાં પાણી ભરવું અને તેને ચપટી ભરીને આમાં નાખવું જો તે પાણીમાં ઉપર તરતો દેખાય તો તેમાં મિલાવટ થાય છે. તેથી તમારે આનાથી બચવા માટે ધાણાને ઘરે લાવીને તેને જાતે મિકસરમાં પીસી લેવા જોઈએ.

image source

ચા પત્તી :

આને એક સફેદ કાગળ પર રાખો અને તેને રગડો કાગળ આર તેનો કલર લાગે તો તે નકલી છે અને ના લાગે તો તે શુદ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version