Site icon News Gujarat

જામનગરના આ બિલ્ડરે લીધી 6.5 કરોડની કાર, જ્યારે કાર લઇને નિકળે ત્યારે લોકો જોતા રહી જાય છે તેમની સામે, જોઇ લો તમે પણ તસવીરોમાં

જામનગરના આ બિલ્ડરે આપમેળે મહેનત કરી લીધી 6.5 કરોડની કાર – જ્યારે લઈને નીકળે છે ત્યારે લોકો જોતા જ રહી જાય છે.

image source

માણસ ગમે તેવો હોય તે હંમેશા વૈભવી વસ્તુઓથી આકર્ષાયેલો રહે છે. તેને જીવનમાં કોઈને કોઈ વૈભવિ વસ્તુની ચાહ તો રહેતી જ હોય છે. હા કેટલાક લોકોને તે વારસામાં મળી જતી હોય છે તો કેટલાક લોકોએ તેના માટે તનતોડ મેહનત કરવી પડે છે જો કે કેટલાક લોકો તો તેમ કર્યા બાદ પણ તે વસ્તુ પામી નથી શકતાં. પણ જામનગર આ બિલ્ડરે પોતાની જાત મહેનતે વિશ્વની સૌથી મોંઘી ગાડીઓમાંની એક એવી 6.5 કરોડની રજવાડી કાર ખરીદી છે. અને જ્યારે તેઓ તેને બાર લઈ જાય છે ત્યારે લોકો તેને તાકી રહે છે.

મેરામણભાઈ પરમાર મૂળે તો એક ખેડૂત પુત્ર છે પણ હાલ જામંનગરના જાણીતા બિલ્ડર છે. સાથે સાથે તેમના મેર સમાજના પ્રમુખ પણ ખરા. 2016માં તેમણે પોતાની ડ્રીમ કાર રોલ્સ રોય્સ ખરીદી. તમને જણાવી દઈએ કે માત્ર જામનગર જ નહીં પણ સંપૂર્ણ સૌરાષ્ટ્રની પ્રથમ રોલ્સ રોય્સ મહેરામણ ભાઈએ ખરીદી હતી. રોલ્સ રોય્સના આ મોડેલનું નામ રોલ્સ રોય્સ ઘોસ્ટ છે. જ્યારે તેઓ આ કારને લઈને જામનગરના રસ્તાઓ પર નીકળે છે ત્યારે રસ્તા પરની દરેક વ્યક્તિનની નજર તેના પર ચોંટી જાય છે.

image source

મેરામણભાઈ પરમારે તેમની આ કાર 2016માં ખરીદી હતી. અને તેમને પોતાના વતન પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમણે આગ્રહ રાખીને આ કારની ડિલવરી પોતાના વતન એવા કુતિયાણા તાલુકાના મહિયારી ગામ ખાતે કરાવી હતી.અને આ ગામમાં છેક કંપનીના કર્મચારીઓ કારની ડિલવરી કરવા આવ્યા હતા. ચોક્કસ આ ગામ માટે આ એક અનોખો પ્રસંગ રહ્યો હશે અને મેરામણભાઈ પરમારના કુટુંબીજનો માટે ગર્વની ક્ષણ.

ચાવીની ડિવરી સચિન તેંડુલકરના હાથે લીધી હતી

image source

રોલ્સ રોય્સ કંપનીની વર્ષોની એક પરંપરા રહી છે કે જે કોઈ પણ વ્યક્તિ તેમની કાર ખરીદે તેમને તેઓ કોઈ જાણીતી સેલેબ્રિટિ દ્વારા તેની ચાવી અપાવે છે. મેરામણભાઈની ઇચ્છા હતી કે તેમને ક્રીકેટ ગોડ સચિન તેંડુલકરના હસ્તે ચાવી મળે. તેની પાછળ બે કારણ હતા એક તો સચિન તેંડુલકર તેમના પ્રિય ક્રિકેટર છે અને બીજું એ કે તેમની અને સચિન તેંડુલકરની કારકીર્દીમાં એક સામ્યતા રહેલી છે. અને તે એ છે કે તેમની બન્નેની કારકીર્દી એક જ સાથે શરૂ થઈ હતી. કાર કંપનીએ મેરામણભાઈ સાથે સચિન તેંડુલકરની વિડિયો કોન્ફરન્સથી વાતચીત પણ કરાવી હતી અને સચિને તેમને કાર ખીદવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

image source

મેરામણભાઈએ આ કાર ખરીદી તે વખતે મિડિયાને જણાવ્યું હતું કે તેમણે આ લક્ઝરી કાર પોતાની મેહનત અને પરસેવાની કમાણીથી ખરીદી છે. તેમણે આ કાર કોઈ બિઝનેસમેન તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે ખરીદી છે. તેમણે આ કાર નોંધાવ્યાના 10 મહિના બાદ મેળવી હતી. તેમણે જ્યારે આ કાર નોંધાવી ત્યાર બાદ રોલ્સ રોય્સ કંપનીના કર્મચારીઓ તેમને ત્યાં તેમના વિષેની કેટલીક તપાસ કરી ગયા અને ત્યાર બાદ જ તેમની ખરીદીને તેમણે મંજૂર કરી. રોલ્સ રોય્સ કંપનીની પોલીસી રહી છે કે તેઓ સારા ચારિત્ર્યવાળા વ્યક્તિને જ પોતાની કાર વેચે છે.

image source

મેરામણભાઈએ 1989થી રાજ લેન્ડ ડેવલપર્સનો વ્યવસાય શરૂ કર્યો હતો. જે સંપૂર્ણ પણે તેમની મહેનત અને ખંતથી ઉભો થયો છે. મેરામણ ભાઈને રોલ્સ રોય્સ ઉપરાંત અન્ય કેટલીક લક્ઝરિયસ કારનો પણ શોખ છે. તેમના ગેરેજમાં આ ઉપરાંત ઓડી ક્યુ સેવન, અને રેન્જરોવર અને તે ઉપરાંત બીજી સાત લક્ઝરિયસ કાર પાર્ક થયેલી પડી છે. તેમાં કોઈ જ શંકા નથી કે રોલ્સ રોય્સ કારનો ઠાઠ કંઈક અલગ જ હોય છે. માટે જ્યારે મેરામણભાઈ આ વ્હાઇટ-ગ્રે રોલ્સ રોય્સ લઈને જામનગરની સડક પરથી પસાર થાય ત્યારે દરેક નજર તેના પર ટકેલી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version