ફેમસ ગુજરાતી અભિનેત્રી રોમા માણેક હાલમાં લાગે છે આવા, તસવીરો જોઇને તમે પણ નહિં ઓળખી શકો…PICS

પ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રી રોમાં માણેકના હાલના ફોટોસ જોઈને વિશ્વાસ નહી કરી શકો, હવે અભિનેત્રી આવી જોવા મળી રહી છે.

ગુજરાત રાજ્યમાં અત્યારના સમયમાં અર્બન ફિલ્મ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ એક સમય હતો જયારે ગ્રામ્ય કલ્ચર પર આધારિત ફિલ્મ્સને વધારે પસંદ કરવામાં આવતી હતી. આની પહેલા ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલત્તાની ફિલ્મો જોવા માટે દર્શકોની ભીડ લાગી જતી હતી. ત્યાર પછી હિતેન કુમાર અને રોમાં માણેકની પ્રસિદ્ધ જોડીએ ગુજરાતી ફિલ્મ્સને ગજવી દીધી હતી.

image source

પરંતુ અત્યારના સમયમાં આ તમામ કલાકારો સ્ક્રીન પર કોઈ ખાસ સક્રિય જોવા મળી રહ્યું નથી. ખાસ કરીને ફિલ્મ ‘દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા’ જેવી સુપરડુપર હિટ ફિલ્મમાં ‘રાધા’નું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ અભિનેત્રી રોમાં માણેકએ આ ફિલ્મથી લાખો દર્શકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

image source

‘દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા’ ફિલ્મ બાદ અભિનેત્રી રોમાં માણેકએ એક પછી એક એમ કેટલીક હીટ ફિલ્મો આપી હતી. ઘણા બધા લોકોને આ વાતની જાણકારી નહી હોય કે, અભિનેત્રી રોમાં માણેક મૂળ ગુજરાતના નથી પરંતુ અભિનેત્રી રોમાં માણેક મૂળ હિમાચલ પ્રદેશના નિવાસી છે. છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી રોમાં માણેક સિલ્વર પરદાથી અંતર જાળવી રાખ્યું છે. જો કે, રોમાં માણેક પોતાના પરિવારની સાથે મુંબઈમાં રહે છે.

image source

૯૦ના દશકની શરુઆતમાં અભિનેત્રી રોમાં માણેકએ ઘણી બધી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી રોમાં માણેકએ વર્ષ ૧૯૮૭માં રીલીઝ થયેલ ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહી’, ‘પીછા કરો’, ‘હમ કુરબાન’, જમાને સે ક્યા ડરના’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ઘણી ઓછી વ્યક્તિઓ જાણતી હશે કે, ૯૦ના દશકમાં આવેલ ટીવી શો ‘મહાભારત’માં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમાં માણેક દ્વારા નિભાવવામાં આવ્યું હતું. ટીવી શો ‘મહાભારત’માં માદરીના પાત્ર માટે ડાયરેક્ટર કોઈ સુંદર યુવતીની શોધ કરી રહ્યા હતા. માદરીના પાત્ર માટે ડાયરેક્ટર દ્વારા અભિનેત્રી રોમાં માણેક પર પસંદગી ઉતારવામાં આવી હતી.

image source

ટીવી શો ‘મહાભારત’માં માદરીના નાનકડા પાત્રમાં રોમાં માણેકએ પોતાના શાનદાર અભિનયનું પ્રદર્શન કરતા દર્શકોના દિલ જીતી લીધા હતા. સિલ્વર પરદે ચમકવા માટે ઉત્સુક રોમાં માણેક માટે ટીવી શો ‘મહાભારત’ ઘણો મહત્વનો સાબિત થયો હતો.

પરંતુ ટીવી શો ‘મહાભારત’માં કામ કર્યા બાદ પણ રોમાં માણેક બોલીવુડ કે પછી ટેલીવુડમાં ઘણા સમય સુધી જોવા મળ્યા હતા નહી અને પછીથી રોમાં માણેકએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધ્યા હતા. ગુજરાતી ફિલ્મ જગતમાં અભિનેત્રી રોમાં માણેકએ એકથી એક ચઢિયાતી હીટ ફિલ્મ્સ આપી છે. આ ફિલ્મોમાં ‘ઉંચી મેડીના ઊંચા મોલ’, ‘દેશ રે જોયા રે દાદા પરદેશ રે’ જેવી ઘણી ફિલ્મ આપી છે.

image source

અભિનેત્રી રોમાં માણેકએ ગુજરાતી ફિલ્મમાં ‘દેશ રે જોયા રે દાદા પરદેશ’ ફિલ્મ હીટ થઈ જવાથી અભિનેત્રી રોમાં માણેક રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા હતા. અભિનેત્રી રોમાં માણેક અને અભિનેતા હિતેન કુમારની જોડીને પણ દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવતી હતી. અભિનેતા હિતેન કુમાર અને અભિનેત્રી રોમાં માણેકએ ‘પાંદડું લીલું રંગ રાતો’, ‘મહીસાગરના મોતી જેવી ઘણી બધી ફિલ્મો કરી હતી.

અભિનેત્રી રોમાં માણેકએ હિતેન કુમાર, સુપરસ્ટાર નરેશ કનોડિયાની સાથે પણ કેટલીક હીટ ફિલ્મ્સ આપે છે. જેમાં ફિલ્મ ‘ઉંચી મેડીના ઊંચા મોલ’, ‘પરદેશી મણિયારો’, ‘કાંટો વાગ્યો કાળજે’ જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.

image source

અભિનેત્રી રોમાં માણેકની એક્ટિંગ કરિયરની સફળતા પાછળ ઢોલીવુડના પ્રસિદ્ધ નિર્માતા અને નિર્દેશક ગોવિંદભાઈ પટેલનો મહત્વનો ભાગ હતો. વર્ષ ૨૦૧૫માં ગોવિંદભાઈ પટેલનું અવસાન થયું ત્યારે અભિનેત્રી રોમાં માણેક ગોવિંદભાઈના બેસણામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સમયે ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી.

અભિનેત્રી રોમાં માણેક સામાન્ય રીતે જાહેર કાર્યક્રમોમાં જોવા મળી જાય છે. રોમાં માણેકએ ગુજરાત વિધાનસભા અને લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કાર્યો કર્યા હતા. રોમાં માણેકએ ભાજપના સમર્થનમાં ઘણી બધી રેલીઓનું પણ સંબોધી છે. જો કે, અભિનેત્રી રોમાં માણેક અત્યારે પોતાના પરિવારની સાથે મુંબઈમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!