આ રોમેન્ટિક ડેસ્ટિનેશન તમારા મુડને કરી દેશે એકદમ ફ્રેશ, પ્લાન કરો તમે પણ

હૈદરાબાદ નજીક હનીમુન પ્લેસ

image source

મોટાભાગે ભીડભાડથી ભરેલું રહેતું હૈદરાબાદની નજીક નવો જોશ અને તાજગી ભરી દેતી ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઘણી બધી છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર ફરવા આવતા પર્યટકોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. શિયાળામાં ઠંડીની સાથે મેરેજની સિઝન પણ શરૂ થવાથી ન્યુલી મેરિડ કપલ પોતાનાં હનીમૂન ડેસ્ટિનેશન વધુ મહત્વ આપતા હોય છે.

તો ચાલો હવે જાણીશું હૈદરાબાદની નજીક કુદરતે છુટા હાથે વિખેરેલી સુંદર રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે જણાવીશું…

image source

અનંતગિરી હીલ્સ:

અનંતગિરી હીલ્સ હૈદરાબાદથી ૮૦ કિલોમીટરના અંતરે આવેલ છે. મૂસી નદીનું જન્મસ્થાન કહેવાતી આ જગ્યા પક્ષીઓના કલરવથી ભરેલી છે અને હર્યાભર્યા જંગલ માટે ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવીને નવદંપતીઓ કુદરતના ખોળામાં શાંતિ અને સુકુનની લાગણી થાય છે. તેમજ અહીંના પ્રાકૃતિક સૌંદર્યનો ખૂબ લાભ ઉઠાવે છે.

અહીંની ખૂબીઓ:

image source

કટકી ઝરણાની પાસે આપ પ્રાકૃતિક સૌંદર્યનો લાભ ઉઠાવવા માટે મોટાભાગે પહાડોની વચ્ચેથી પસાર થતા મૂસી નદીના પાણીને આપ એકવાર જરૂરથી જોવું જોઈએ. જો આપ કઈક ખાસ કરવા ઈચ્છો છો તો તે ડેક્કન ટ્રાઈલની પાસે રાતના સમયે કેમપિંગ, રોક કલાઈબિંગ, રાપેલ્લિંગ જેવા એડવેન્ચર પણ પસંદ કરી શકો છો.

image source

જવાનો રસ્તો:

અનંત ગીરીથી ૬ કિલોમીટર દૂર વિકારાબાદ નજીકનું રેલવે સ્ટેશન છે. તેમજ હૈદરાબાદથી ડ્રાવિંગ કરતા અને સુંદર દ્રશ્યોનો લાભ ઉઠાવતા આપ રોડથી પણ જઈ શકો છો.

અહીં જવાનો યોગ્ય સમય:

સપ્ટેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે અનંતગીરીની સૌંદર્ય ખૂબ જ મનમોહક હોય છે. અહીં રોકાવા માટે રાજ્ય પર્યટન વિભાગના કેટલાક રિસોર્ટ પણ ઉપલબ્ધ છે.

વરંગલ:

image source

વિરાસતોના નામથી આ પ્રસિધ્ધ શહેર વરંગલ હૈદરાબાદથી ૧૫૦ કિલોમીટરના અંતરે આવેલું છે. સુંદર પ્રાકૃતિક સૌંદર્ય અને ભવનો વાળું આ ક્ષેત્ર હૈદરાબાદની નજીકનું એક રોમેન્ટિક ડેસ્ટિનેશન છે. પ્રાચીન કિલ્લાઓ અને આકર્ષક ઝરણાઓ માટે અહીં આવતા કપલ પોતાનું રોમેન્ટિક હોલીડે ખૂબ જોશ અને ઉત્સાહ સાથે મનાવે છે.

અહીં કરવાનું હોય છે.:

રામપ્પા ઝરણામાં બેટિંગ કરવાની સાથે વરંગલના કિલ્લાઓ જોવાની મજા માણી શકો છો.

image source

પહોંચવાનો રસ્તો:

હૈદરાબાદથી સીધી બસ કે ટ્રેન દ્વારા પહોંચી શકાય છે.

સારો સમય:

ઓક્ટોબર થી માર્ચની વચ્ચે વરંગલની ટૂર કરવી ખૂબ સરસ રહે છે. પર્યટકો માટે અહીં યોગ્ય દરે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

પાંખલા ઝીલ, અભ્યારણ:

image source

હૈદરાબાદથી ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલ પાંખલા ઝીલ, વન્ય પ્રાણી અભ્યારણ એક સુંદર ફોટોજેનિક ક્ષેત્રનું બીજું નામ છે. અહીંની અનેક ખાસિયતો છે જે આ ખૂબસુરત ક્ષેત્રને એક સુંદર હનીમૂન ડેસ્ટિનેશનમાં ફેરવે છે. વ્યસ્ત શહેરી લાઈફમાંથી બહાર આવવાને ઇચ્છુક દંપતીઓ મોટાભાગે આ વિસ્તારની ટૂર કરે છે. હનીમૂનની યાદોને હમેશા યાદગાર બનાવવવા માટે એક સુંદર ડેસ્ટિનેશન છે.

આવું કરવાનું રહેશે.:

આપ આપના પાર્ટનરની સાથે આ અભયારણ્યમાં જીપમાં સફારી રાઈડની મજા માણી શકો છો. ઉપરાંત આપ આપના પાર્ટનરની સાથે એક રોમેન્ટિક નેચર વૉક પણ માણી શકો છો. વન્ય પ્રાણીઓને જોવા સિવાય બોટિંગ દ્વારા અહીંની ખૂબસુરતીને ખૂબ નજીકથી નિહાળી શકો છો.

જવાનો રસ્તો:

હૈદરાબાદથી કારમાં સાડા ચાર કલાકની લોન્ગ ડ્રાઈવને માણતા આપ સરળતાથી ત્યાં પહોંચી શકો છો. રેલવે થી આવવા માટે વરંગલ રેલવે સ્ટેશન નજીકનું સ્ટેશન છે ત્યાંથી પછી કેબ કે બસમાં આપ પાંખલા ઝીલ સુધી આવી શકો છો.

સારો સમય:

નવેમ્બરથી જુનની વચ્ચે આપ અહીંની ખૂબસૂરતીનો લાભ ઉઠાવી શકો છો. અહીં રોકાવા માટે રેસ્ટ હાઉસની પણ સુવિધા ઉપલબ્ધ છે.

બિદર:

image source

પ્રાચીન કિલ્લાઓ વાળું બિદર શહેર હૈદરાબાદથી નજીક આવેલું છે. લગભગ નવા મેરિડ કપલ હૈદરાબાદથી ૧૫૦ કિલોમીટરના અંતરે આવેલું આ શાંત અને અસાધરણ હનીમૂન ડેસ્ટિનેશન્સ માનું એક છે બિદર. ન્યુલી મેરિડ કપલ શહેરની ભાગદોડ ભરેલું જિંદગીથી દૂર અહીં વિકેન્ડ્સ વિતાવવા માટે ખૂબ ઈચ્છા ધરાવતા હોય છે.

આવું કરવાનું રહેશે.:

ઐતિહાસિક અનુભવના એહસાસ કરવા માટે બિદર કિલ્લાને આપ આપના લાઈફ પાર્ટનર સાથે મળીને જોઈ શકો છો. આ એક અલગ જ અનુભવ રહેશે.

જવાનો રસ્તો:

image source

ડ્રાઇવ કરીને ૪ કલાકમાં હૈદરાબાદથી બિદર પહોંચી શકો છો. હૈદરાબાદ થી બિદર વચ્ચે રેલવે સેવા પણ ઉપલબ્ધ છે.

સારો સમય:

જૂન થી સપ્ટેમ્બર અને નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે બિદરની ટૂર આપનામાં એક નવી તાજગી અને ઉલ્લાસ ભરી દેશે.

source : sakshi

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત