Site icon News Gujarat

રોટલી સેન્ડવીચ – બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી

રોટલી સેન્ડવીચ

બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી.. હેલથી પણ ખરા.બધા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે…

આજે મારા ઘરમાં બધાને સેન્ડવીચ ખાવાની મન થયુ,પણ બ્રેડ તો હતી નહિ. તો મને થયું ચાલો આજે કંઇક નવું ટ્રાય કરીએ. તો મે આપણે ઘરે જે રોટલી બનાવીએ છે એનો ઉપયોગ કરી ને રોટલી સેન્ડવીચ બનાવી. તમે સવારની વધેલી રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો. ખરેખર મસ્ત બને છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

સામગ્રી :

રીત :

– સૌ પ્રથમ એક ડીશ માં જીના સમારેલા કેપ્સિકમ ,સમારેલી કાકડી અને સમારેલા ટામેટૂ લઇ તેમાં મરી પાવડર ,મીક્સ હર્બ્સ અને મીઠું ઉમેરી મિક્સર રેડી કરવું …

– હવે એક ડીશ માં રોટલી લઇ …તેમાં એક રોટલી ઉપર ચટણી અને બીજી રોટલી ઉપર ટોમેટો કેચપ લાગાવી રેડી કરવી …

– તે પછી ચટણી વળી રોટલી ઉપર વેજી ટેબલે પાથરી ઉપર ટોમેટો કેચપ વળી રોટલી મૂકી તે પછી છીણેલું ચીઝ પાથરવું પછી ાણી અથવા ઘઉં ની લઈ થી લગાવી રેડી કરવી ….

બીજી રીત બનાવ માટે :

અથવા એક રોટલી ઉપર ચટણી લગાવી ઉપર વેજી ટેબલે પાથરી છીણેલું ચીઝ પાથરવું અને ોલ્ડ કરી પાણી અથવા ઘઉં ની લઈ થી લગાવી રેડી કરવી ….

– હવે પેન માં ઘી લગાવી અને બધી સેન્ડવિચ ઉપર બ્રશ થી ઘી લગાવી બને બાજુ સેકી લેવી ..અને ટોમેટો કેચપ થી ગરમ ગરમ સર્વ કરવું ..

નોંધ ;

– જયારે સેન્ડવિચ પેન માંથી કાઢો ત્યરે તરત ડીશ માં ના કાઢો તેને જાડી વાળા સ્ટેન્ડ માં કાઢો કારણકે ઓજ વળી જશે અને સેન્ડવિચ સોફ્ટ થશે …એટલે કડક જોતી હોય તો જાડી વાળા સ્ટેન્ડ માં કાઢો….અને સર્વ કરવું …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version