Site icon News Gujarat

રુબીના દિલાઈક સાથે નિર્માતાએ કરી હતી આટલા લાખની છેતરપીંડી, અભિનેત્રીને વેચવી પડી હતી કિંમતી વસ્તુઓ

ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસ અને બિગ બોસ 14 ની વિજેતા રૂબિના દિલાઈકે હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રી રુબીના દિલાઈકએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ 2011માં એક નિર્માતાએ તેની સાથે 16 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે આ છેતરપિંડીથી તેણે પોતાનું ઘર અને બે કાર પણ વેચવી પડી હતી.

image soucre

આ વિશે વાત કરતા રૂબીના દિલાઈકએ કહ્યું કે તે સમયે તેના પર એવા આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં બિલકુલ સત્યતા ન હતી. આ દરમિયાન રૂબીનાએ એ પણ જણાવ્યું કે શૂટિંગમાં બે કલાક મોડા થવા બદલ તેની પાસેથી 1.45 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને આ રીતે તેણે કુલ 16 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા

image soucre

રૂબીનાએ જણાવ્યું કે વર્ષ 2011માં તેનું પેમેન્ટ મહિનાઓ સુધી રોકી દેવામાં આવ્યું હતું. નવ મહિનાની રાહ જોયા બાદ તેણે પ્રોડ્યુસરને આ અંગે મળવા કહ્યું. રૂબીનાએ જણાવ્યું કે આ પેમેન્ટમાં વિલંબને લઈને પ્રોડક્શન હાઉસે તેને કેટલાક રેકોર્ડ બતાવ્યા, જેમાં 16 લાખ રૂપિયાની બાકી રકમ બતાવવામાં આવી. જો કે, આ વિશે રૂબીના કહે છે, “2011માં મારો દંડ 16 લાખ રૂપિયા હતો, પરંતુ રેકોર્ડમાં દર્શાવેલ એક પણ ઘટના સાચી ન હતી. રેકોર્ડમાં કુલ નવ ઘટનાઓ નોંધવામાં આવી હતી, જે સાચી નહોતી.”

image soucre

રૂબીનાએ વધુમાં કહ્યું કે, “તે ઘટનાએ મને બરબાદ કરી દીધી હતી. આ કારણે મારે મારું ઘર વેચવું પડ્યું હતું. તે સમયે સપનાના શહેરમાં મારું પોતાનું ઘર હતું. મારે મારા બંને મકાનો વેચવા પડ્યા હતા, કારણ કે તે સમયે મારી પાસે મારુ કમિટમેન્ટ્સ પુરા કરવા માટે કોઈ રસ્તો નહોતો. હું તેની EMI પણ ચૂકવી શકતી ન હતી. તેણે કહ્યું કે મારા કમિટમેન્ટ્સને પૂર્ણ કરવા માટે મારે મારી મર્સિડીઝ અને BMW કાર વેચવી પડી. કારણ કે હું કેટલીક અસુરક્ષા અને ચિંતાઓમાં નહોતી રહેવા માંગતી

image soucre

તમને જણાવી દઈએ બિગ બોસ 14ની વિજેતા રૂબિના દિલેક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા ઉપરાંત તે પોતાની ફિટનેસને લઈને પણ ઘણી સતર્ક છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેનું નવું ગીત ‘શાહરૂખ ખાન’ રિલીઝ થયું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે

Exit mobile version