કોરોના પછી વધવા લાગ્યું વજન તો યુઝર્સ રુબીના દિલેકને કહી રહ્યા છે જાડી, એક્ટ્રેસે આ રીતે લીધો ઉધડો

બિગ બોસ 14ની વિજેતા રૂબિના દિલેક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા ઉપરાંત તે પોતાની ફિટનેસને લઈને પણ ઘણી સતર્ક છે. જો કે, વીતેલા દિવસોમાં તે કોરોના સંક્રમણની પકડમાં આવી હતી. જેના કારણે સાજા થયા બાદ તેનું વજન વધતું જણાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા ચાહકોને તેનો નવો લુક ખાસ પસંદ નથી આવી રહ્યો. આટલું જ નહીં સોશિયલ મીડિયા યુઝર્સ તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.

image soucre


તો સતત થઈ રહેલી ટ્રોલિંગથી કંટાળીને હવે રૂબીનાએ સોશિયલ મીડિયા પર આ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. રૂબીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નોટ શેર કરી અને પોતાની વાત બધાની સામે રાખી. ટ્વિટર પર એક લાંબી નોટ પોસ્ટ કરતા રૂબીનાએ લખ્યું, ‘મારા પ્રિય શુભેચ્છકો, હું લાંબા સમયથી ધ્યાન આપી રહી છું કે મારું વધેલું વજન તમને પરેશાન કરી રહ્યું છે. આ કારણે તમે મને દરરોજ નફરતભર્યા મેસેજ અને મેઈલ મોકલી રહ્યા છો.

image soucre

તેમને આગળ લખ્યું કે, જો હું PR ન રાખું તો શું તમે મારી ક્ષમતા નથી દેખાતી. હું જાડી થઈ ગઈ છું, તેથી તમે મને મારા ફેન ન બનવાની ધમકી આપો છો. હું સારા કપડાં નથી પહેરતી અને મોટા પ્રોજેક્ટ્સ મેળવવા માટે સખત મહેનત કરતી નથી. મને એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે તમારા માટે મારી પ્રતિભા અને મહેનત કરતાં મારું ફિઝિકલ અપિરિયન્સ વધુ મહત્ત્વનું છે.

image soucre

તેણે આગળ કહ્યું કે, ‘આ મારું જીવન છે અને તેના અલગ અલગ સ્ટેજ છે’ અને તમે બધા પણ મારા જીવનનો એક સ્ટેજ છો. હું મારા ચાહકોને ખૂબ માન આપું છું, તેથી તમારી જાતને મારા ચાહકો ન કહો. રૂબીનાની આ નોટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. ટ્રોલ્સ પ્રત્યેની તેમની નારાજગી તેમની આ નોટ પરથી સ્પષ્ટ દેખાય છે.

તો ચાહકો પણ રૂબીનાની આ નોટ પર સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન કેટલાક ચાહકો તેની સાથે કાયમ ઊભા રહેવાની વાત કરી રહ્યા છે. રૂબીનાની આ પોસ્ટ પર તેના ચાહકોએ લખ્યું છે કે અમે તમને જેમ છો તેમ પ્રેમ કરીએ છીએ.

image soucre

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ સપ્ટેમ્બરમાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે કોરોનામાંથી સાજા થયા બાદ તેનું લગભગ 7 કિલો વજન વધી ગયું છે. તેણીએ જણાવ્યું હતું કે વધતા વજનને કારણે તે પોતાને ખૂબ જ અસહજ અનુભવી રહી છે. સાથે જ તેમના કોન્ફિડન્સમાં પણ ઘણો ઘટાડો થયો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેનું નવું ગીત ‘શાહરૂખ ખાન’ રિલીઝ થયું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે