અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ આ કારણે પેપરાજીને ફોટો ક્લિક કરવાની પાડી દીધી ના, હવે વિડીયો વાયરલ

અભિનેત્રી રૂપાલી ગાંગુલી સિરિયલ ‘અનુપમા’થી ઘર-ઘર ફેમ મેળવી રહી છે. દર્શકો રૂપાલી ગાંગુલીને સીરિયલના પાત્રના નામથી બોલાવવા લાગ્યા છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાપારાઝીને ફોટો પાડવાની ના પાડી રહી છે. જો કે, તમને કદાચ અજીબ લાગશે કે પાપારાઝીની તસવીરો પાડવા માટે હંમેશા તૈયાર રહેતી રૂપાલી ગાંગુલીએ પાપારાઝીને તસવીર આપવાની ના કેમ પાડી?

image soucre

વાત જાણે એમ છે કે રૂપાલી ગાંગુલી એક સલૂનની બહાર જોવા મળી હતી. ત્યાં હાજર પાપારાઝી તેમના ફોટા અને વિડિયો લેવાનું શરૂ કરે છે પરંતુ રૂપાલીએ તેમને આમ કરતા અટકાવ્યા હતા. તેનું કારણ એ હતું કે તેણે માથાના વાળમાં તેલ લગાવ્યું હતું. હવે તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાપારાઝીને જોઈને રૂપાલી ગાંગુલી પહેલા પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરે છે અને પછી કહે છે, “મેં તેલ લગાવ્યું છે”. આના પર પાપારાઝી તેને કહે છે કે બસ એક સેકન્ડ લાગશે ફોટો લેવામાં, એ સારી દેખાઈ રહી છે

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરંતુ અભિનેત્રી રૂપાલી ગાંગુલી સંમત થતી નથી અને કહે છે, “મને માત્ર 20 મિનિટ આપો, હું ફરી આવું છું.” મેં મારા વાળમાં તેલ લગાવ્યું છે.” આ પછી તે સલૂનમાં જાય છે. તેનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જ્યાં રૂપાલીના ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.

તેના વિડિયો પર કોમેન્ટ કરતાં એક પ્રશંસકે લખ્યું, “તું હજુ પણ સારી લાગે છે મારા પ્રિય…વાળમાં તેલ લગાવવાથી કઈ ફરક નથી પડતો. ઘણા યુઝર્સ એ પણ કહી રહ્યા છે કે રૂપાલી ગાંગુલીએ માસ્ક કેમ નથી પહેરેલું

image soucre

તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં જુલાઈ મહિનામાં શરૂ થયેલા અનુપમાં શોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ટીઆરપી લિસ્ટમાં પણ આ શો હંમેશા ટોપ પર રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના લીડ રોલ કરી રહ્યા છે. એમાંય શોમાં માલવિકાની એન્ટ્રી થયા પછી શોમાં રોજે રોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન જોવા મળે છે.