Site icon News Gujarat

રૂપાલી ગાંગુલી નહિ પણ આ અભિનેત્રી બનવાની હતી અનુપમાં, આ કારણે ન કર્યું શોમાં કામ

હાલના દિવસોમાં અનુપમા સિરિયલની ધૂમ નાના પડદા પર જોવા મળી રહી છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે મુખ્ય ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. આ શો લાંબા સમયથી ટીઆરપીમાં સૌથી આગળ ચાલી રહ્યો છે અને તેણે અન્ય તમામ સિરિયલોને પાછળ છોડી દીધા છે. આ શો ગયા વર્ષે જુલાઈમાં ટીવી પર પ્રસારિત થયો હતો અને અત્યાર સુધી આ શોને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે.
મેકર્સની પહેલી પસંદ નહોતી રૂપાલી

image soucre

રસપ્રદ સ્ટોરીલાઇન અને નવા નવા ટ્વીસ્ટ સાથે, આ શો દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો છે. આ શોના તમામ કલાકારોને પણ તેમના અભિનય માટે પસંદ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રૂપાલી ગાંગુલીએ પોતાના અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. જો કે શું તમે જાણો છો કે આ શો માટે મેકર્સની પહેલી પસંદ રૂપાલી ગગુલી નહીં પરંતુ બીજી એક્ટ્રેસ હતી.

image soucre

રૂપાલી ગાંગુલી નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે અત્યાર સુધી વિવિધ પાત્રો ભજવ્યા છે. વિલનથી લઈને કોમેડી રોલમાં રૂપાલીએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. રૂપાલી ‘સંજીવની’, ‘સારાભાઈ Vs સારાભાઈ’, ‘પરવરિશ’ જેવા ઘણા શોથી પ્રખ્યાત થઈ. તો અનુપમા બનીને પણ, રૂપાલી બધાને પ્રભાવિત કરી રહી છે. જો કે તે શોની પહેલી પસંદ નહોતી.

image source

વાત જાણે એમ છે કે રૂપાલી ગાંગુલી પહેલા આ રોલ માટે મેકર્સે અમી ત્રિવેદીની પસંદગી કરી હતી. આ દિવસોમાં અમી પ્રખ્યાત ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અમીનું ઓડિશન રાજન શાહીને ખૂબ જ પસંદ આવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે તેને તે રોલ આપશે જે તેના માટે શ્રેષ્ઠ હશે.

આ પછી રાજને શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અમીને હર્ષદ ચોપરાની માતાનો રોલ આપ્યો હતો. અમીને આ સિરિયલનો ભાગ બનવું હતું, તેથી તેણે અનુપમા સિરિયલમાં કામ કરવાની ના પાડી દીધી. આ દિવસોમાં શોમાં એક લીપ જોવા મળી રહી છે. અમી છેલ્લે ટેડી મેડી ફેમિલીમાં જોવા મળી હતી

image soucre

અમી ત્રિવેદી ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે ‘સજન રે જૂથ મત બોલો’, ‘પાપડ પોલ’ સહિત ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તો તે હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો ભાગ બની ગઈ છે. આ શોની ટીઆરપી પણ ઘણી વધારે છે.

Exit mobile version