રૂપાણી સરકારના આ મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ..!

કોરોનાનું સંક્રમણ સતત રાજ્ય અને શહેરોમાં ફેલાઈ રહ્યું છે એવા સમયે સામાન્ય લોકો સાથે મંત્રીઓ પણ કોરોનામાં ફસાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરનો રીપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિણામે એમને શહેરના UN મહેતા હોસ્પિટલ માં કોરોનાની સારવાર બાબતે દાખલ કરવામાં આવ્યા છે. જો કે આ સિવાય વાવ તાલુકાના કોંગ્રેસી ધારા સભ્ય, કામરેજ તાલુકાના ભાજપી ધારાસભ્ય નો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જો કે આ પ્રથમ વખત નથી, આ પહેલા પણ છ જેટલા ધારા સભ્યો, પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ પૂર્વ મુખ્ય મંત્રી પણ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે.

Image Source

વન અને આદિજાતિ વિકાસ મંત્રી કોરોના પોઝીટીવ

હાલમાં જ્યારે કોરોના પોતાના વિસ્તારને સતત ફેલાવી રહ્યો છે, ત્યારે અનેક લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ચુક્યા છે. જો કે હાલમાં જ મળેલ માહિતી મુજબ રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે એમનામાં કોરોનાના સંભવિત લક્ષણો જોવા મળ્યા હતા. આ લક્ષણો કોરોના હોવાના જણાતા જ એમણે કોરોના રીપોર્ટ કરાવ્યો હતો. આ રીપોર્ટમાં કોરોના પોઝીટીવ આવતા જ એમને તરત જ U N મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એમની આગળની સારવાર ચાલુ કરવામાં આવી છે.

Image Source

વાવના કોંગી અને કામરેજ ભાજપના ધારાસભ્ય કોરોનાની ચપેટમાં

એક તરફ રમણલાલ પાટકર તો બીજી તરફ બનાસકાંઠાના વાવ અને ભાભરના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ કામરેજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા પણ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. હાલ ગેનીબેન ઠાકોરને કોરોનાના ઉપચાર માટે ગાંધીનગરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Image Source

તો બીજી તરફ વી.ડી. ઝાલાવડીયાને એમના પોતાના જ ઘરે સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં એમની સ્થિતિ સ્ટેબલ છે, પણ લગભગ ત્રણ દિવસ પહેલા તેઓ વિજય રૂપાણી સાથે એક બેઠકમાં હાજર રહ્યા હતા. પરિણામે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

Image Source

પહેલા પણ ધારાસભ્ય સહીત ઘણા નેતાઓ કોરોનાગ્રસ્ત

કોરોનાના સંક્રમણમાં ધારાસભ્યો આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ભાજપના ગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને બલરામ થાવાણી કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે આ બધામાં ભરતસિંહ સોલંકી સિવાયના તમામ નેતાઓ કોરોનાને હરાવીને સાજા થઈ ચુક્યા છે. જ્યારે ભરતસિંહ સોલંકી હજુ પણ સારવાર હેઠળ છે, તેમજ એમની તબિયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી. હાલમાં તેઓ ઓક્સીજનના આધારે સારવાર હેઠળ છે. આમ હાલ સુધીમાં 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પણ કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત