Site icon News Gujarat

CM રૂપાણીએ કિસાન યોજનાને લઇને કરી મોટી જાહેરાત,જાણો તમે પણ

-આ યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાને આવરી લેવામાં આવ્યા છે.

-33% થી ૬૦% જેટલું નુકસાન થયેલ હશે તો તેવી વ્યક્તિને હેક્ટર દીઠ ૨૦ હજાર રૂપિયા ચુકવવામાં આવશે.

image source

ગુજરાત રાજ્ય સરકારએ આજે ખેડૂતોને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે ‘કિસાન સહાય યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. ‘કિસાન સહાય યોજના’ ના ફાયદા ગુજરાત રાજ્યના બધા જ ખેડૂતો મેળવી શકશે. જો કે, આ ‘કિસાન સહાય યોજના’ ખરીફ પાક પુરતી જ સીમિત રહેશે અને આ યોજના ૪ હેક્ટર સુધી લાગુ કરવામાં આવી શકે છે.

image source

‘કિસાન સહાય યોજના’ હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠા જેવી પરિસ્થિતિને આવરી લેવામાં આવી શકે છે. જો ખેડૂતને 33% થી ૬૦% ટકા જેટલું નુકસાન થયું હશે તો તેવા ખેડૂતને પ્રતિ હેક્ટર ૨૦ હજાર રૂપિયાની ચુકવવામાં આવશે. જયારે ૬૦% કરતા વધુ નુકસાન થયું હશે તો તેવા ખેડૂતને ૨૫ હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

કિસાન સહાય યોજનાના ધોરણો :

image source

‘કિસાન સહાય યોજના’ની અન્ય મહત્વની જોગવાઈઓ :

image source

‘કિસાન સહાય યોજના’ અંતર્ગત આવરી લેવામાં આવેલ જોખમો :

અનાવૃષ્ટિ (દુષ્કાળ) :

જે તાલુકામાં ચોમાસાની ઋતુ દરમિયાન ૧૦ ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો હોય કે પછી રાજ્યમાં ચોમાસાની ઋતુ શરુ થઈ હોય ત્યારથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન બે વરસાદની મધ્યે જો ૨૮ દિવસ સુધી વરસાદ નથી પડ્યો કે પછી એવી જગ્યા કે જ્યાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડ્યો જ નથી અને ખેતરમાં વાવેતર કરવામાં આવેલ પાકને નુકસાન થાય છે આવી સ્થિતિ અનાવૃષ્ટિ (દુષ્કાળ) નો ખતરો માનવામાં આવે છે.

image source

અતિવૃષ્ટિ :

તાલુકાને યુનિટ માનીને અતિવૃષ્ટિના સમયે જેવા કે, વાદળ ફાટવું, ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાતના જીલ્લાઓ (ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માં ૪૮ કલાકમાં ૩૫ ઈંચ કે પછી તેના કરતા વધારે વરસાદ અને તેના સિવાય રાજ્યના બધા જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઈંચ કે તેના કરતા વધારે વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ પ્રમાણે નોંધવામાં આવ્યો હોય અને ખેતરમાં કરવામાં આવેલ વાવેતરના ઉભા પાકને થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ માનવામાં આવી શકે છે.

કમોસમી વરસાદ (માવઠું) :

image source

૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન મહેસુલી તાલુકાના રેઈન ગેજમાં સતત ૪૮ કલાકમાં ૫૦ mm કે પછી તેના કરતા વધારે વરસાદ પડે છે અને આ વરસાદ ખેતીના પાકને ખેતરમાં કરવામાં આવેલ પાકનું નુકસાન થાય છે તો તેને કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ માનવામાં આવે છે.

૫૬ લાખ કરતા વધારે ખેડૂતોના ખાતેદારોને ‘કિસાન સહાય યોજના’નો સીધો જ લાભ મળી શકશે : મંત્રી જયેશ રાદડિયા :

image source

ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જણાવે છે કે. રાજ્યના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાક વીમા પદ્ધતિમાં ખેડૂતોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હતો. ૫૬ લાખ કરતા વધારે ખેડૂત ખાતેદારોને ‘કિસાન સહાય યોજના’નો સીધો લાભ મળી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version