Site icon News Gujarat

મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય, જાણો હવે કેટલા વાગે લાગશે નાઈટ કર્ફ્યૂ

કોરોના વાયરસની બીજી લહેરમાં સતત વધતા કેસના કારણે રાજ્ય સરકારે પહેલા 5 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો નિયમ લાગુ કર્યો હતો. પરંતુ કોરોના ગામેગામ ફેલાવા લાગતા સરકારે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધું હતું. આ રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 8 કલાકથી શરુ થતો હતો અને સવારે 6 કલાક સુધી કર્ફ્યુ અમલમાં હતું. પરંતુ હવે મોટી રાહત આપવામાં આવી છે.

image source

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક પત્રકાર પરીષદ સંબોધી હતી જ્યારબાદ કર્ફ્યુના નવા સમયની વાત સામે આવી હતી. આવતી કાલથી રાત્રિ કર્ફ્યુ રાત્રે 8ને બદલે 9 વાગ્યાથી અમલમાં રહેશે. આ સિવાય હાલ અન્ય કોઈ છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસનો ગ્રાફ ગુજરાતમાં સતત ઘટી રહ્યો છે જેના કારણે સરકારે કડક નિયમો હળવા કરવાની શરુઆત રાત્રિ કર્ફ્યુના સમયમાં 1 કલાકની રાહત આપી કરી છે.

image source

જો કે હાલ તો રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટની વાત સામે આવી છે. આ સિવાય રાજ્યમાં દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ રાજ્યમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી, ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 9 કલાકથી બપોરના 3 કલાક સુધી ચાલુ રાખી શકાય છે. જો કે વેપારીઓની માંગ છે કે આ સમયમાં પણ તેમને રાહત આપવામાં આવે.

image source

મહત્વનું છે કે આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં વાવાઝોડા તાઉતે બાદ થયેલી નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વાવાઝોડાથી ખેતીને થયેલું નુકસાન, વિજ વિભાગને થયેલી નુકસાની, ખેડૂતોને વળતર સંબંધિત વાત સહિત રાત્રિ કર્ફ્યુના મુદ્દાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. રાત્રિ કર્ફ્યુનો નિયમ આ શહેરોમાં લાગુ થશે.

કયા શહેરોમાં અમલમાં છે રાત્રિ કર્ફ્યુ

image source

10 નડિયાદ શહેર

image source

20 મહેસાણા શહેર

30 ડીસા શહેર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version