Site icon News Gujarat

રશિયન એરક્રાફ્ટ હવામાં ઉડતી વખતે 650 કિમી દૂર સુધીના કોઈપણ હવાઈ લક્ષ્યને શોધી શકે, એકસાથે 300 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે

બીજા દેશની એક નાનકડી હરકત પણ ઉંઘ હરામ કરી શકે છે.. કંઇક આવુ જ થયુ છે વિશ્વની મહાસત્તા અમેરિકા સાથે.. રશિયન એરક્રાફ્ટે અમેરિકાની ઉંઘ ઉડાવી દીધી છે.. A-50નું અપગ્રેડેડ વર્ઝન છે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ અને તેને ઈલુશિન ડિઝાઈન બ્યૂરોએ ડિઝાઈન કર્યું છે

image soucre

યુક્રેન સાથે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકા આ દિવસોમાં એક નવા રશિયન ઈન્ટેલિજન્સ પ્લેનને લઈને તણાવમાં છે. આ નવું રશિયન એરક્રાફ્ટ હવામાં ઉડતી વખતે 650 કિમી દૂર સુધીના કોઈપણ હવાઈ લક્ષ્યને શોધી શકે છે. એટલું જ નહીં, તે જમીન પર 300 કિમી સુધીના વિસ્તાર પર પણ નજર રાખી શકે છે. આવી સ્થિતિમાં S-500 મિસાઈલ સિસ્ટમના ખતરાનો સામનો કરવામાં લાગેલા અમેરિકા માટે આ હથિયારને લઈને એક નવી સમસ્યા ઉભી થઈ છે.

હથિયારનું નામ Beriev A-50U Awacs

image soucre

નેશનલ ઈન્ટરેસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ વિમાનનું નામ બેરીવ A-50U અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) છે. તે રશિયન A-50 રિકોનિસન્સ એરક્રાફ્ટનું આધુનિક વર્ઝન છે જે ‘ફ્લાઈંગ રડાર’ તરીકે ઓળખાય છે. યુદ્ધ દરમિયાન, આ AWACS રશિયાની મિલિટરી ઇન્ટેલિજન્સ ક્ષમતામાં અનેકગણો વધારો કરવામાં સક્ષમ છે. તે માત્ર જમીન પર જ નહીં, હવામાં પણ દુશ્મનોની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી શકે છે. આ ઉપરાંત આ AWACS કંટ્રોલ સ્ટેશન અને અન્ય હમલાવર એકમોને સચોટ માહિતી પ્રસારિત કરી શકે છે.

650 કિમી દૂર સુધીનું લક્ષ્ય શોધી શકે છે

Beriev A-50U AWACS 300 કિમી સુધીના જમીની લક્ષ્યો અને 650 કિમી દૂર સુધીના હવાઈ લક્ષ્યોને ટ્રેક કરવામાં સક્ષમ છે. આ જહાજમાં મશરૂમ આકારની Shmel-M રોટેટિંગ રડાર ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ નવું રડાર કોમ્પ્લેક્ષ 1000 કિમી સુધીના અંતરે છોડવામાં આવેલી કોઈપણ મિસાઈલને શોધી શકે છે.

એકસાથે 300 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે

image soucre

આ સિસ્ટમ એક સાથે લગભગ 300 જમીની લક્ષ્યો અથવા 40 હવાઈ લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. A-50U તેના ઓનબોર્ડ રેડિયો-ઇલેક્ટ્રોનિક સાધનોના નાના કદ અને ઓછા વજનના કારણે એરક્રાફ્ટના એન્જિન પર ઓછો લોડ પડે છે. આ કારણોસર, આ એરક્રાફ્ટ જૂના AWACS A-50 કરતા ઓછામાં ઓછા 15 થી 20 ટકા લાંબા સમય સુધી હવામાં ઉડી શકે છે.

Exit mobile version