રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે પણ બની રહી છે લવ સ્ટોરીઝ, આખી કહાની જાણીને વાતાવરણ રોમેન્ટિક થઈ જશે

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની ઘણી તસવીરો સામે આવી રહી છે. આ તસ્વીરો જોઈને તબાહીની કલ્પના કરી શકાય છે. આ યુદ્ધમાં મહિલાઓ, બાળકો સહિત યુક્રેનના નાગરિકો દરરોજ કોઈ કારણ વગર માર્યા જાય છે. આ તસવીરો જોઈને આંખો ભીની થઈ જાય છે. હવે આ દરમિયાન સોશિયલ મીડિયા પર આવો વીડિયો જોવા મળ્યો હતો જે લડાઈના આ માહોલમાં એક અલગ જ તસવીર બતાવે છે.

image source

જી હા, આ વીડિયો એક હોસ્પિટલનો છે જ્યાં એક યુવાન ડોક્ટર કપલ એકબીજાને પ્રપોઝ કરતા જોવા મળે છે. આ યુગલ ડૉક્ટરનો યુનિફોર્મ પહેરીને લગ્ન કરી રહ્યાં છે. જ્યારે યુક્રેનમાં યુદ્ધનું ભયંકર દ્રશ્ય છે અને માનવ જીવનની કોઈ ગેરંટી નથી. એ પરિસ્થિતિમાં પણ આ યુવા યુગલો એકબીજા સાથે જીવવા-મરવાના શપથ લેતા હોય છે. આવો જાણીએ આ યુવા ડોક્ટર કપલ વિશે…

રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે. આવા સમયે આવા વીડિયો સામે આવી રહ્યા છે જે દર્શાવે છે કે લોકોને આ સંકટમાં પણ જીવવાની આશા છે. તાજેતરમાં જ, યુક્રેનિયન યુગલના સમાચાર સામે આવ્યા છે કે જેમણે તેમના લગ્નના થોડા સમય પછી બંદૂક ઉપાડી હતી.

image source

આ યુવાન ડૉક્ટર દંપતીએ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર દરમિયાન તેમના લગ્ન સંપન્ન કર્યા. આ દંપતીએ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે લગ્ન કર્યા. આ અનોખા લગ્નમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફે પણ હાજરી આપી હતી. લગ્ન સંપન્ન થયા બાદ લોકોએ નવા વર-કન્યાને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

image source

આ વીડિયો એક મીડિયા આઉટલેટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ખરેખર, યુક્રેનમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે, આવી સ્થિતિમાં દરરોજ આવી વાર્તાઓ સામે આવી રહી છે જે દર્શાવે છે કે હજુ ઘણું બધું બચાવવાનું બાકી છે. આ યુદ્ધના કારણે ત્યાંના સામાન્ય લોકોને નુકસાન સહન કરવું પડે છે.