Site icon News Gujarat

વાહ ભાઈ વાહ, ભારતનાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા 6 કલાક યુદ્ધ રોકવા તૈયાર

ખારકીવમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સને યુક્રેન સેના દ્વારા માનવ ઢાલ બનાવી રશિયાના આરોપો વચ્ચે ભારતના લોકોને રાહતની ખબર આપી છે. ખારકીવમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયું છે, ત્યાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત ખારકીવથી બહાર કાઢી યુક્રેન આજુબાજુના દેશોન બોર્ડર સુધી પહોંચવા માટે લેવામાં આવ્યો છે.

ગઈકાલે રાત્રે PMએ પુતિન સાથે વાત કરી હતી

જણાવી દઈએ કે બુધવારે રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિએ પીએમને કહ્યું હતું કે રશિયા દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. યુક્રેનની સેના ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.

પુતિને વિશ્વાસ અપાવ્યો હતો

પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન વ્લાદિમીર પુતિને ખાતરી આપી હતી કે ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢીને ભારત મોકલવા માટે તમામ જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે. રશિયન સેના આ દિશામાં તમામ પ્રયાસો કરશે. તેમણે ભારતીય વિદ્યાર્થીઓના તાત્કાલિક બચાવ માટે રશિયન આર્મી દ્વારા ખાર્કિવથી રશિયા સુધી સુરક્ષિત કોરિડોર બનાવવાની પણ વાત કરી હતી. બીજા જ દિવસે, રશિયાએ 6 કલાક માટે યુદ્ધ રોકવા માટે સંમતિ આપી છે.

ખાર્કિવમાં હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા છે

તમને જણાવી દઈએ કે યુક્રેનના શહેર ખાર્કિવમાં હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીયોને બહાર જવાની મંજૂરી નથી.

Exit mobile version