જાણો કેમ આ મહિલાએ પતિના મૃત્યુ પછી કરી નાખી હતી અધધધ..લોકોની હત્યા

ઇતિહાસમાં એવી કેટલીય મહિલાઓનો ઉલ્લેખ થયેલો છે જે એક યા બીજા કારણે પ્રસિદ્ધ હોય. જો કે મોટાભાગે જે મહિલાઓ પ્રસિદ્ધ છે તે તેના કોઈ સારા કામ કે હોદ્દાને કારણે પ્રસિદ્ધ છે

image source

પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવી મહિલા વિષે વાત કરવાના છીએ જે તેની ક્રૂરતાને કારણે પ્રસિદ્ધ બની હતી. નાની ઉંમરમાં જ વિધવા બની ગયેલી આ મહિલા લગ્નભંગ બાદ ખોટી ક્રૂર બની ગઈ હતી કે ઇતિહાસમાં તેનું નામ નોંધાઈ ગયું.

આ મહિલાનું નામ દરયા નિકોલાયેવના સાલ્તીકોવા હતું. 1730 માં જન્મેલી આ મહિલાના લગ્ન એક ધનાઢ્ય પરિવારમાં થયા હતા. પરંતુ કમનસીબે તેનું લગ્નજીવન લાબું ન ચાલ્યું વર્ષ 1755 માં અને કોઈ કારણસર તાના પતિનું મૃત્યુ થઇ ગયું અને તે નાની ઉંમરે જ વિધવા બની ગઈ. એ સમયે તેની ઉંમર માત્ર 25 વર્ષની હતી. પતિના મૃત્યુ બાદ તેને વારસામાં મોટી સંપત્તિ અને 600 જેટલા નોકર મળ્યા હતા જેની સાથે તે એશો-આરામ ભર્યું જીવન વિતાવવા લાગી.

image source

કહેવાય છે કે નિકોલાયેવના સાલ્તીકોવા એ સમયની સૌથી ધનવાન વિધવા મહિલા હતી. પતિના મૃત્યુ પહેલા એ ઘણી ધાર્મિક અને દયાળુ સ્વભાવની મહિલા હતી પરંતુ ત્યારબાદ તેના સ્વભાવમાં એવું પરિવર્તન આવ્યું કે તે અતિશય ક્રૂર બની ગઈ. તેના સ્વભાવ બદલાઈ જવા પાછળ તેનું પ્રેમ પ્રકરણ પણ જવાબદાર હોવાનું મનાયું છે.

અસલમાં પતિના મૃત્યુ બાદ નિકોલાયેવના સાલ્તીકોવા એકલતા અનુભવતી હતી અને આ દરમિયાન સમયગાળામાં તેનો પરિચય એક વ્યક્તિ સાથે થઇ અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો. પરંતુ એક દિવસ જયારે નિકોલાયેવના સાલ્તીકોવાને ખબર પડી કે તેનો પ્રેમી તેને દગો આપી રહ્યો છે અને તે પહેલાથી જ પરિણીત છે તો નિકોલાયેવના સાલ્તીકોવાનો ગુસ્સો ભડક્યો.

image source

તેણે પોતાના એ પ્રેમીને એટલો માર માર્યો કે તે અધમુવો થઇ ગયો જો કે જેમ-તેમ કરીને તે ત્યાંથી જીવ બચાવીને ભાગી ગયો. પરંતુ આ નિકોલાયેવના સાલ્તીકોવાની ક્રુરતાની શરૂઆત હતી. પ્રેમીના ભાગી ગયા પછી નિકોલાયેવના સાલ્તીકોવા તેના નોકરો પર ગુસ્સો ઉતારવા લાગી.

નિકોલાયેવના સાલ્તીકોવાની ક્રૂરતા એ હદે વધી ગઈ કે તે નાની બાળકીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ માર મારીને તેના હાડકા તોડી નાખતી તથા તેના શરીર પર ગરમ પાણી રેડી દેતી. એનાથી પણ સંતોષ ન થતો તો તેને મારી મારીને મોતને ઘાટ ઉતારી દેતી. કહેવાય છે કે નિકોલાયેવના સાલ્તીકોવાએ આ રીતે 100 થી વધુ હત્યાઓ કરી હતી.

image source

નિકોલાયેવના સાલ્તીકોવા ખુદ ધનાઢ્ય પરિવારમાંથી હોવાથી તેના સંબંધો શાહી દરબારના શક્તિશાળી લોકો સુધી હતા. જેથી જયારે કોઈ તેની ક્રૂરતાની ફરિયાદ લઈને શાહી મહેલમાં જતું તો તેની વાતને ધ્યાને ન લેવાતી. પરંતુ જયારે તેની ફરિયાદો સતત વધવા લાગી તો વાત રશિયાની મહારાણી કેથરીન દ્રિતીય સુધી પહોંચી અને તેને તપાસના આદેશો આપ્યા.

વર્ષ 1762 માં નિકોલાયેવના સાલ્તીકોવાની ધરપકડ કરી લેવામાં આવે અને તેને 38 નોકરની હત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવી. જો કે તપાસમાં નિકોલાયેવના સાલ્તીકોવાએ કુલ 138 લોકોના મૃત્યુ કર્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પુરાવાને અભાવે માત્ર 38 હત્યાનો જ આરોપ સાબિત કરી શકાયો હતો. અને તે સમયે રશિયામાં ફાંસીની સજાની કોઈ જોગવાઈ ન હોવાથી નિકોલાયેવના સાલ્તીકોવાને એક આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી.

image source

તેને સાંકળો વડે બાંધી એક ઓરડામાં પુરી દેવામાં આવી હતી જેમાં નાનકડી અમથી બારી પણ ન હતી. લગભગ 11 વર્ષો સુધી તે ત્યાં કેદ રહી બાદમાં તેને અન્ય જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી જ્યાં 27 ડિસેમ્બર 1801 માં 71 વર્ષની વયે તેનું મૃત્યુ થઇ ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત