Site icon News Gujarat

ગર્ભ ધારણ કરનારી દવાના કારણે આવુ થયું..? શું આ દવાની આડ અસર છે..?

આપણી આસપાસ કેટલીય વાર એવી ઘટનાઓ આકાર પામે છે કે આપણે આશ્ચર્યચકિત થઇ જઇએ.. આવી જ એક ઘટના પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં ઘટી.. એબટાબાદ શહેરની એક હોસ્પિટલમાં ત્યારે આશ્ચર્ય સર્જાયુ જ્યારે એક ગર્ભવતી મહિલા હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થઇ.. એક કરતાં વધારે બાળક હોવાનો અંદાજ સૌ કોઇને હતો.. કારણ કે મહિલાનુ પેટ જરૂરત કરતા વધારે જ ફુલેલુ હતુ.. પરંતુ તેના પતિ અને ડૉક્ટર સહિત કોઇને અંદાજ નહોતો કે મહિલાના પેટમાં એક બે નહીં પરંતુ 7 બાળકો છે.. ડૉક્ટરોએ એક બાદ એક બાળકોનો જન્મ કરાવ્યો.. પહેલા એક.. પછી બીજું.. પછી ત્રીજું.. ચોથું.. પાંચમુ.. છઠ્ઠુ… અને પછી સાતમુ બાળક મહિલાના પેટમાંથી બહાર કાઢ્યું.. અને ડૉક્ટર સહિત આખો સ્ટાફ આશ્ચર્યચકિત થઇ ગયો

image socure

જોડિયા બાળકો થવા તેવા કેસો આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છે, વધુમાં વધુ 3થી 4 બાળકો જન્મવાની ખબરો સામે આવતી રહેતી હોય છે, પરંતુ કોઈ આ વાત પર ક્યારેય વિશ્વાસ નહી કરે કે કોઈ મહિલા એકસાથે 7 બાળકોને જન્મ આપી શકે છે. પાકિસ્તાનથી એક ખબર સામે આવી છે, જેમાં એક મહિલાએ એકસાથે એક-બે નહીં, પણ 7 બાળકને જન્મ આપ્યો છે. તે બાળકોમાં ચાર દીકરા અને ત્રણ દીકરી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સાત બાળકો તદ્દન સ્વસ્થ છે. આ ઘટનાથી ડોક્ટરો પણ ચોંકી ગયા છે. આ મહિલાને 7 બાળક અગાઉ પણ બે દીકરી છે, તેમને ગણીને હવે તેમની પાસે કુલ 9 બાળક છે.

આ ઘટના પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં સ્થિત એબટાબાદ શહેરની છે. ત્યાં જિન્ના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી હતી. બાળકો જન્મ્યા બાદ બાળકોના પિતા યાર મોહમ્મદે ડોક્ટરોને જણાવ્યું હતું કે અમને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે ગર્ભમાં એકથી વધુ બાળકો છે, પરંતુ સાત-સાત બાળકો હશે એવો તો અંદાજો પણ નહોતો.

સોનોગ્રાફીમાં પાંચેક બાળકો દેખાયા હતા

યાર મોહમ્મદના નિવેદન અનુસાર, ડોક્ટરોની ટીમ દ્વારા હોસ્પિટલમાં મહિલાનું તાત્કાલિક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પાંચ બાળક હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ નક્કી થયું હતું કે મહિલાનું ઓપરેશન કરવામાં આવે. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું અને એક-એક કરીને સાત બાળકોએ જન્મ લીધો. મહિલા અને બાળકોની સ્થિતિ હાલ સ્થિર જણાવવામાં આવી છે.

સંયુક્ત કુટુંબમાં વસવાટ

મીડિયાના અહેવાલો અનુસાર, યાર મોહમ્મદનું કહેવું છે કે બાળકોનું ભરણપોષણ કરવામાં તેમને કોઈ તકલીફોનો સામનો નહી કરવો પડે, કેમ કે તેઓ એક સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય બાળકોના ઉછેરમાં મારી મદદ કરશે.

ગર્ભધારણ માટે કર્યો હતો દવાનો ઉપયોગ

ડોક્ટર હિના ફૈયાઝે જણાવ્યું હતું કે મહિલાએ ગર્ભધારણ કરનારી દવાઓનો ઉપયોગ કર્યો હતો. દવાઓના ઉપયોગના કારણે મહિલાના શરીરમાં એકથી વધુ ઈન્ડા મેચ્યોર થઈ જાય છે, જેને કારણે એક જ સમયમાં બે કે તેથી વધુ ગર્ભ રહી જાય છે.

ડોક્ટરે શું કહ્યું?

ડોક્ટર અનુસાર, 8 મહિનાની પ્રેગ્નન્ટ મહિલા તેમની પાસે પહેલીવાર શનિવારે આવી હતી. મહિલાનું બ્લડપ્રેશર ખૂબ જ વધારે હતું, પેટ પણ અતિશય ફૂલી ગયું હતું. ઓપરેશનનો ઓપ્શન ખતરનાક હતો, કેમ કે આ અગાઉ પણ મહિલાનાં બે બાળકો ઓપરેશનથી થઈ ચૂક્યાં હતાં. એનાથી તેમના જૂના ટાંકા અને ગર્ભાશય ફાટવાનું જોખમ હતું.

પરંતુ બાદમાં ડોક્ટરોની ટીમે એક કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશનમાં સફળ ડિલિવરી કરી. ડોક્ટરે કહ્યું હતું કે આવું ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે કે એકસાથે જન્મેલા દરેક બાળક સ્વસ્થ હોય, પરંતુ અમારી ટીમે એ કરીને બતાવ્યું. બાળકની માને હાલ ICUમાં શિફ્ટ કરવામાં આવી છે.

Exit mobile version